સાસુને બદલે પુત્રવધૂને ટિકિટ મળતા ઘરમાં કંકાસ

અમદાવાદ,તા.૨૪
ભાજપે આજે તેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે, જેમાં પંચમહાલના કાલોલ વિધાનસભા બેઠક પરથી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પૂત્રવધુ સુમનબહેન ચૌહાણને ટિકિટ ફાળવી છે. આજે જાહેર કરેલી ૧૩ ઉમેદવારોની યાદીમાં ભાજપ હાઇકમાન્ડે એક માત્ર મહિલા ઉમેદવાર સુમનબહેન ચૌહાણને કાલોલ વિધાનસભા બેઠકની આ ટિકિટ ફાળવી છે પરંતુ આ ટિકિટને લઇ હવે પ્રભાતસિંહના પત્ની અને પૂત્રવધુ વચ્ચે ડખો ઉભો થયો છે. કારણ કે, આ બેઠક પરથી પ્રભાતસિંહના પત્ની રંગેશ્વરી ચૌહાણ ચૂંટણી લડવા માંગતા હતા.સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે પણ આ અંગેની માંગણી કરી હતી. બીજીબાજુ, ભાજપ દ્વારા કાલોલ બેઠક માટે સુમનબહેન ચૌહાણનું નામ જાહેર થતાં સાસુ રંગેશ્વરી ચૌહાણે ભારે નારાજગી વ્યકત કરી છે અને તેમણે પોતાના એફબી પેજ પર કાલોલમાં પ્રચાર કરીને બતાવી તો જુઓ એ મતલબની ખુલ્લી ધમકી આપી હતી. આમ, પ્રભાતસિંહ ચૌહાણની પત્નીએ સોશ્યલ મીડિયા મારફતે પોતાનો ગુસ્સો વ્યકત કર્યો હતો. દરમ્યાન પૂત્રવધુ સુમનબહેન ચૌહાણે તેમના પરિવારમાં કોઇ વિખવાદ હોવાની વાતનો છેદ ઉડાડયો હતો અને જણાવ્યું હતું કે, જો મારા સાસુ નારાજ હશે તો પણ તેમને અમે મનાવી લઇશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks