Gujarat

યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
આજથી રાજ્યમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે આ નવરાત્રિમાં સુરક્ષાને લઈને પણ અમદાવાદ સહિતના મહાનગરોમાં સુરક્ષાને લઈને પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને યુવતિઓ અને મહિલાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. રાજ્યમાં સૌથી મોટા તહેવાર નવલા નોરતાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે લોકો સુરક્ષિત રીતે નવરાત્રિ મહોત્સવ માણી શકે તે માટે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. ગરબા રમતી મહિલાઓ, યુવતિઓ અને બાળકીઓને કોઈપણ રીતે હેરાન, પરેશાન કે તેમની છેડતી ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને રાજ્યનુ મહિલા આયોગ પણ આ મામલે બાજનજર રાખી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મહાનગરોમાં કરવામાં આવેલ ગરબાના આયોજન સ્થળોએ મહિલા આયોગની ટીમ નજર રાખશે. નવરાત્રિ કે ગરબા દરમિયાન કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો પીડિતા મહિલા હેલ્પલાઈન ૧૮૧ પર ફરિયાદ કરી શકશે તેવી સ્પષ્ટ તાકીદ પણ મહિલા આયોગ દ્વારા કરવામાં આવી છે. બીજીબાજુ શહેર પોલીસ દ્વારા નવરાત્રિ દરમિયાન યુવતિઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી તેમજ અસામાજિક તત્વો દ્વારા થતી પજવણી અને છેડતી રોકવા માટે દર વર્ષે એન્ટી રોમિયો સ્ક્વોડ સહિતની સુરક્ષા ટીમોની રચના કરાતી હોય છે. ત્યારે આ વખતે પણ આવી ટીમ શહેરના વિવિધ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત શહેરમાં ક્લબો, પાર્ટી-પ્લોટો સહિતના સ્થળોએ એન્ટી રોમિયો સ્ક્વોડ અને મહિલા પોલીસની વિવિધ ટીમો સાદા ડ્રેસમાં પણ સુરક્ષામાં તૈનાત રખાઈ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.