લાલજી ટંડને બિહાર જ્યારે સત્યપાલ મલિકે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે શપથ લીધા

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
બીજેપીના વરિષ્ઠ નેતા અને લખનૌથી સાંસદ રહી ચૂકેલ લાલજી ટંડને ગુરૂવારે બિહારના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મુકેશ શાહે લાલજી ટંડનને રાજ્યપાલ તરીકે સોગંદ લેવડાવ્યા હતા. આ શપથ સમારંભમાં મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી સહિત અન્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા. લાલજી ટંડન અગાઉ રાજ્યપાલ સત્યપાલ મલિકના પદ પર નિમણૂક પામ્યા છે જ્યારે સત્યપાલ મલિકે જમ્મુ કાશ્મીરના નવા રાજ્યપાલ તરીકે ગુરૂવારે શપથ લીધા હતા. સત્યપાલ મલિકે વર્તમાન રાજ્યપાલ એન.એન. વોહરાની જગ્યાએ પદભાર સંભાળ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks