(એજન્સી) વોશિંગ્ટન,તા.ર૮
રવિવારે સઉદી અરબના રાજદૂતે કહ્યું કે અમને અમારા ફાઇટર જેટના પાઇલટ પર ગર્વ છે જેમણે અમેરિકામાં ચાલી રહેલી કોમ્બેટ ટ્રેનિંગમાં ભાગ લીધો છે. પ્રિન્સ ખાલીદ બિન સલમાને દક્ષિણ નેવાદામાં આવેલા એરફોર્સ બેઝની મુલાકાત વખતે આ પાઇલટના સમૂહ સાથે મુલાકાત કરી હતી.
અહીં રેડ ફ્લેટ અને ગ્રીન ફ્લેગ વચ્ચે લગભગ વર્ષોથી કવાયત ચાલી રહી છે. કમાન્ડર મેજર જનરલ પિટર ગેરસ્ટને પ્રિન્સનું અભિવાદન કર્યું હતું અને તેમણે હેડક્વાર્ટરની મુલાકાતે આવેલા પ્રિન્સને તમામ માહિતીથી અવગત પણ કરાવ્યા હતા. અમેરિકી અધિકારીએ ટૂંકી માહિતી આપતાં કહ્યું કે સઉદી અરબના રાજદૂત અને અમેરિકા વચ્ચે ડિફેન્સ ક્ષેત્રના કરારોને ફરી દોહરાવાયા હતા અને તેને મજબૂત બનાવવા સહમતિ સધાઇ હતી. સઉદીના રાજદૂતે આ મુલાકાત બાદ તેમના સત્તાવાર ટિ્વટર એકાઉન્ટ પર લખ્યું હતું કે રેડ અને ગ્રીન ફ્લેગ ર૦૧૭ની સૈન્ય કવાયતથી બંને દેશો આતંકવાદી સંગઠનો સામે લડવા મજબૂત થયા છે. જેમાં આઇએસનો પણ સમાવેશ થઇ જાય છે. તેમણે સઉદીના પાઇલટોની ભરપૂર પ્રશંસા કરી હતી. લેફ.કર્નલ ખાલિદ અલ યુસુફે કહ્યું કે અમારા પાઇલટ સઉદીને મજબૂત રીતે પ્રદર્શિત કરવા માટે ભરપૂર મહેનત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ કોમ્બેટમાં સઉદીના આઠ ટાયફૂન એરક્રાફ્ટે ભાગ લીધો હતો.