(એજન્સી) રિયાધ,તા.૧૩
સાઉદી કેબિનેટે સોમવારે તેની સાપ્તાહિક બેઠકમાં સઉદી અરેબિયાની માન્યતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે મધ્ય પૂર્વીય દેશોને શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ઊર્જા ઉપયોગ કરવાનો કાયદેસર અધિકાર છે અને આ અણુ ઊર્જા ધોરણો માટેની ઇન્ટરનેશનલ એજન્સીની દેખરેખ હેઠળ થવું જોઈએ.
કેબિનેટે સીરિયન શહેર અલેપ્પોની ગંભીર પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી અને એ માટે કાયમી પ્રતિનિધિઓના સ્તરે આરબ લીગની અસાધારણ બેઠકનું આયોજન કરવાની વાત કરી હતી.
કેબિનેટે કહ્યું છે કે એ મહત્વનું છે આરબ દેશોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સીરિયન લોકોના ટેકા માટે ઊભા રહેવું જોઈએ અને તમામ શક્ય પ્રયત્નો કરીને સીરિયાના નાગરિકોને માટે રાહત વિતરિત કરીને એ લોકોના જીવન સામાન્ય કરવા માટે પગલાં લેવા જોઈએ.
કેબિનેટે સીરિયન શાસન દ્વારા આચરવામાં આવતા ગુનાઓ પર મૌન તોડવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી.
આર્થિક અને રોકાણ માટેના પ્રધાન, જે સંસ્કૃતિ અને માહિતી કાર્યકારી મંત્રી પણ છે, તેઓએ કેબિનેટ માં વિશ્વ બેન્ક અને આઇએમએફની સંયુક્ત વાર્ષિક બેઠકોમાં કિંગ્ડમની ભાગીદારીની ચર્ચા કરી હતી અને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, IMF અને જી-૨૦, બેઠકો જે વોશિંગ્ટનમાં રાખવામાં આવી હતી તેમાં રાષ્ટ્રીય રૂપાંતર કાર્યક્રમ ‘કિંગ્ડમ વિઝન ૨૦૩૦’ હાંસલ કરવા માટેના ભાગ તરીકે આર્થિક સુધારાના અમલ કરવાના સઉદી અરેબિયા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો વિશે જાણકારી આપી હતી.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સુધારા એક મજબૂત, સંતુલિત અને ટકાઉ આર્થિક વૃદ્ધિ પેદા કરવા અને નોકરીની તકો અને આર્થિક વૃદ્ધિ વધારવા અને ખાનગી ક્ષેત્રની ભૂમિકા સક્રિય કરવા માટે ઉપયોગી છે.
કેબિનેટે છેલ્લા અઠવાડિયે યોજવામાં આવેલ પ્રવૃત્તિઓ અને ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે હાઉસિંગ મંત્રાલય દ્વારા તરૌત અને સફવામાં ૧૦,૦૦૦થી વધુ મકાનો બાંધવા માટે એક કરાર કરવામાં આવ્યો છે અને આ માટે બલ્ગેરિયા સાથે એક એમઓયુ રાજ્ય દ્વારા સાઇન કરીને પ્રવાસન અને વારસા ક્ષેત્રમાં સહકાર માટે ચર્ચા કરવામાં આવી છે.
આ ઉપરાંત મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા માટે સામાન્ય પરિવહન માટે વૈશ્વિક યુનિયન દ્વારા આયોજીત પરિસંવાદ જેમાં બળતણ અને વૈકલ્પિક ઊર્જાના વપરાશ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેના વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
ઉપરાંત વકીલો અને એટર્ની જનરલની બેઠકો તેમજ GCC દેશોમાં સામાન્ય કાર્યવાહી માટે કમિશનના વડાઓની બેઠકની માહિતી પણ આપવામાં આવી હતી.