સઉદી શૂરા કાઉન્સિલની ફતવા બહાર પાડવા માટે ખાસ મહિલાઓની નિમણૂકની માગ

રિયાધ, તા. ૧૨
સઉદી શૂરા કાઉન્સિલે પોતાના ૪૯મા સામાન્ય સત્ર દરમિયાન સ્કોર્લી રિસર્ચની સામાન્ય પ્રમુખશાહી અને ઇફ્તાને માગ કરી છે કે, તેઓ મહિલાઓ માટે સ્વતંત્ર વિભાગની રચના કરે. કાઉન્સિલના અધ્યક્ષ અબ્દુલ્લાહ અલ-અશૈખની આગેવાનીમાં સામાન્ય સત્રની બેઠક કરી હતી. કાઉન્સિલે આ બેઠકમાં પ્રમુખશાહી સમક્ષ મુફ્તિઓની નિમણૂક કરવાની માગ કરી હતી અને પ્રમુખના મુક્ત વિચારધારાના વિકાસ માટે યોગ્ય ભંડોળને સ્વીકારવા જણાવ્યંુ હતું. આ સત્ર દરમિયાન કાઉન્સિલે દરેક બંદરને વહીવટી સત્તા આપવા માટે પણ અનુરોધ કર્યો હતો અને આ અંગે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને એક દિશા નિર્દેશ જારી કરવા માગ કરી હતી. પોતાના ઠરાવમાં કાઉન્સિલે સામાન્ય વહીવટીતંત્રને અન્ય વહીવટીતંત્રો સાથે બંદરો માટે સંકલન સાધવાના પ્રયાસો કરવા આહ્‌વાન કર્યું હતું જેથી તટીય વાતાવરણમાં નકારાત્મકતા ન ફેલાય. અન્ય એક ઠરાવમાં કાઉન્સિલે કૃષિ વિકાસ માટે ફંડની જાહેરાત કરવા પણ આહ્‌વાન કર્યું હતું. વાર્ષિક રિપોર્ટમાં કાઉન્સિલે હજ, આવાસો અને સેવા સમિતિઓ અંગે પણ ચર્ચા કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts