સૌહાર્દ માટે મોહર્રમના દિવસે દુર્ગામૂર્તિ વિસર્જન ઉપર મમતાએ પ્રતિબંધ મૂક્યો તો ભાજપ-RSSએ પ્રતિબંધનો વિરોધ કર્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
મમતા બેનરજીએ મોહરમના દિવસે ૧લી ઓક્ટોબરે દુર્ગા માતાની મૂર્તિઓના વિસર્જન ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ નિર્ણયથી હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે.
મમતાએ નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે રાજ્યના બધા લોકોએ એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી નહીં કરવી જોઈએ. જેથી કોમી એખલાસ બગડે.
એ જ દિવસે ભાજપ અને આરએસએસે જાહેરાત કરી કે અમે આ નિર્ણયનો વિરોધ કરીશું. અન્ય હિન્દુ સંગઠનોએ પૂજા કમિટીઓને જણાવ્યું છે કે એ સરકારના આદેશની અવગણના કરી પોતાની પ્રણાલી મુજબ મૂર્તિ વિસર્જન કરે. અમે સરકારના મનસ્વી નિર્ણયનો વિરોધ કરીએ છીએ. બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું કે હિન્દુઓને પોતાના સૌથી મોટા તહેવારની ઉજવણી માટે કેમ રોકવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આજ થઈ રહ્યું છે. સરકારનો નિર્ણય પાયાવિહોણો અને ગેરબંધારણીય છે. રાજ્યના મુસ્લિમોને રિઝવવા માટે આ પ્રકારના આદેશો કરાઈ રહ્યા છે. પ.બંગાળનો સંઘ એકમ પણ આ નિર્ણય વિરૂદ્ધ છે. એમણે હિન્દુઓને જણાવ્યું છે કે સરકારના નિયમનું પાલન નહીં કરવામાં આવે. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારનો નિર્ણય બે બાબતોને ધ્યાનમાં રાખી કરાયો છે. બે ધર્મોના તહેવારો એક જ દિવસે આવતા હોવાથી પ્રશ્ન ઉદ્‌ભવે છે. આ વર્ષે પણ ગયા વર્ષની જેમ વિજયા દશમી અને મોહર્રમ સાથે જ છે. વીએચપી આ દિવસે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ ગોઠવવાની તૈયારી કરી રહ્યું છે. વીએચપીના સેક્રેટરીએ કહ્યું કે અમે ૧લી ઓક્ટોબરે પારંપરિક હથિયારો સાથે રેલી યોજીશું, જો અમને રોકવામાં આવશે તો અમે કોર્ટના શરણે જઈશું.
મમતાએ બુધવારે કહ્યું હતું કે મોહર્રમ એ તહેવાર નથી જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એ અમારી જવાબદારી છે. મને સમાચારો મળ્યા છે કે અમુક લોકો અશાંતિ ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. એમણે પૂજા કમિટીઓને વિનંતી કરી કે એમણે આ સંદર્ભે મોટી ભૂમિકા ભજવવી જોઈએ.સંઘના પ્રવક્તા જીશ્નુ બાસુએ જણાવ્યું કે રાજ્યના હિન્દુઓ આ પ્રકારના નિર્ણય સાથે બંધાયેલ નથી. દર વર્ષે આ જ પ્રશ્ન ઉભો થાય છે. મારો પ્રશ્ન એ છે કે બધી જ પૂજા કમિટીઓએ પોલીસ પાસેથી પરવાનગી લેવી પડે છે, પણ મોહર્રમના સરઘસ માટે કેટલા સંગઠનોએ પરવાનગી લીધી છે ? મારી પોલીસને વિનંતી છે કે અમને એની માહિતી આપો.
ગયા વર્ષે પણ આ જ પરિસ્થિતિ ઉભી થઈ હતી. પૂજા કમિટીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સરકારની આ પ્રકારના નિર્ણયો બદલ આલોચના કરી હતી. હાઈકોર્ટના જજ દીપાનકર દત્તાએ કહ્યું હતું સરકારનો પ્રત્યેક નિર્ણય સ્પષ્ટરૂપે લઘુમતિઓને બહુમતીના ભોગે રિઝવવા માટેનું જ હોય છે. જેમાં કોઈ પ્રકારનું વ્યાજબીપણું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks