Sports

બુમરાહ રણજી ટ્રોફીમાં નહીં રમે : સૌરવ ગાંગુલી

મુંબઈ, તા.૨૫
કેરળ તેમજ ગુજરાત વચ્ચે ગુરૂવારથી રમાનાર રણજી ટ્રોફી મેચ અગાઉ જ એવી ચર્ચા ચાલી રહી હતી કે, ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આ મેચમાં કમબેક કરી શકે છે. જો કે, બુમરાહ એલીટ ગ્રુપ ‘એ’ની આ મેચમાં નહીં રમે. કેરળ અને ગુજરાત વચ્ચે લાલાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરતમાં રણજી મેચ યોજાશે. સૂત્રોના મતે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુમરાહને રણજી ટ્રોફીમાં રમવા માટે મંજૂરી આપી નથી.
ત્રણ મહિનાના બ્રેક બાદ ટૂર્નામેન્ટ ક્રિકેટમાં પરત ફરી રહેલા બુમરાહને કેરળ વિરુદ્ધ એલીટ ગ્રુપ એ મેચ માટે સુરત પહોંચવા જણાવાયું હતું. બુમરાહને પણ મેચ રમવાથી કોઈ વાંધો નહતો. તે વ્યક્તિગત રીતે વિચારે છે કે તેનું કમબેક ચિંતાજનક અને ઉતાવળીયું ના હોવું જોઈએ. તેનું લક્ષ્ય જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ થઈ રહેલા ક્રિકેટ કેલેન્ડર વર્ષ માટે આરામથી તૈયારી કરવાનું છે.
બુમરાહે બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી તેમજ સેક્રેટરી જય શાહને પોતાની મુશ્કેલી વિશે જણાવ્યું હતું, બોર્ડના હોદ્દેદારોએ બુમરાહને ફક્ત આંતરાષ્ટ્રીય ક્રિકેટ પર જ ધ્યાન આપવા જણાવ્યું હતું. ગુજરાતના કેપ્ટન પાર્થિવ પટેલે પણ પુષ્ટિ કરી હતી કે બુમરાહ સુરતમાં રણજી મેચમાં હવે નહીં રમે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  Sports

  ઇંગ્લેન્ડનું ૧૯૬૬ બાદ પ્રથમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂરરેકોર્ડ ચોથીવાર યુરો ટાઇટલ જીત્યું સ્પેન

  સ્પેન આ પહેલાં ૧૯૬૬, ૨૦૦૮ અને ૨૦૧૨માં…
  Read more
  Sports

  પી.એમ. મોદીની ચેમ્પિયન ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
  Read more
  Sports

  ઢોલ-નગારા સાથે ટીમ ઇન્ડિયાનું ભવ્ય સ્વાગત

  રોહિત-સૂર્યાએ દિલ્હી એરપોર્ટ બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.