Sports

વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમમાં પાકિસ્તાનનો સમાવેશઃ ગાંગુલી

નવી દિલ્હી,તા.૧૫
પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની આગેવાનીનો બચાવ કરવાની સાથે તે પણ જણાવ્યું કે તેના પ્રમાણે આગામી વિશ્વ કપની ચાર સેમીફાઇનલિસ્ટ ટીમ કઈ હશે. ગાંગુલીએ કહ્યું કે વિરાટ કોહલીની આઈપીએલની આગેવાનીની વિશ્વકપ પર અસર પડશે નહીં. કારણ કે એકદિવસીય કેપ્ટનના રૂપમાં તેનો રેકોર્ડ સારો છે. ગાંગુલીએ કહ્યું કે, કોહલી માટે સૌથી મોટો ફાયદો તે છે કે તેને બે સફળ કેપ્ટનો એમએસ ધોની અને રોહિત શર્માનો સાથ મળશે. આરસીબીની આઈપીએલમાં સતત નિષ્ફળતાથી વિરાટ કોહલીની નેતૃત્વક્ષમતા પર સવાલ ઉઠાવવામાં આવતા હતા. પરંતુ ગાંગુલીએ કહ્યું કે, ભારતીય ટીમની આગેવાની આઈપીએલની આગેવાનીથી સંપૂર્ણ રીતે અલગ છે. ગાંગુલીએ સેમીફાઇનલમાં પહોંચનારી ચાર ટીમોમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય પાકિસ્તાનને પસંદ કર્યું છે. તેમણે કહ્યું, પાકિસ્તાનનો ઈંગ્લેન્ડમાં વિશ્વ ટૂર્નામેન્ટમાં રેકોર્ડ ઉલ્લેખનીય છે. બે વર્ષ પહેલા તેણે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તેણે ૨૦૦૯માં વિશ્વ ટી૨૦ પણ ઈંગ્લેન્ડમાં જીત્યો હતો. પાકિસ્તાન હંમેશા ઈંગ્લેન્ડમાં સારૂ રમે છે. ગાંગુલીએ કહ્યું, હું રેકોર્ડમાં વિશ્વાસ કરતો નથી. તે દિવસે બંન્ને ટીમોએ સારૂ પ્રદર્શન કરવું પડશે. ભારતની ટીમ ખૂબ સારી છે. તેને હરાવવી મુશ્કેલ હશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.