
(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા.૧૫
સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર વિરુદ્ધ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મુસ્લિમો ની વિશાળ રેલી નિકળી હતી જેમાં મુસ્લિમ સમુદાયના જનસૈલાબ સાથે હિન્દુ સમાજના આગેવાનો સાથે જોડાઈને કોમી એકતાની ભાવના સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજકોટ ની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગરના વિરુદ્ધમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ૫ હજાર ઉપરાંતના લોકોની રેલી જુમ્મા મસ્જિદથી લઈને મામલતદાર કચેરી સુધી નીકળી હતી વિશાળ જન સૈલાબની આ નીકળેલી રેલીમાં અભદ્ર ટિપ્પણી મામલે મુસ્લિમ સમુદાયમાં ભારે આક્રોશ હોવા છતાં આ રેલી મૌન રેલી હતી હાથમાં બેનરો સાથે કડક સજાની માંગણી કરતું ધગધગતુ આવેદનપત્ર મુસ્લિમોએ મામલતદારને પાઠવીને સોસીયલ ક્રાઈમનો ગુન્હો નોંધવાની માંગણી મુસ્લિમ સમાજે કરી હતી.
ઇસ્લામ ધર્મ કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવે છે જે સાવરકુંડલાની હિન્દુ સમાજની જનતા સાથે ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ સોનુ ડાંગર વિરુદ્ધની રેલીમાં જોડાઈને સાબિત કરી દીધું હતું એકાદ કિલોમીટર લાંબી વિશાળ મૌન રેલીમાં અશાંતિનો માહોલ સર્જનાર સામે હિન્દુ આગેવાનોએ પણ મુસ્લિમ સમાજ સાથે સુર પુરાવતા જણાવ્યું હતું કે
વર્ગ વિગ્રહ કરવાના સોનુ ડાંગરના સોશિયલ મીડિયામાં ટિપ્પણી મામલે હિન્દુ સમાજમાં પણ રોષ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના સાવરકુંડલા સાથે લાઠી, લીલીયામાં પણ મુસ્લિમોએ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર પાઠવીને સોશિયલ ક્રાઈમ નો ગુન્હો નોંધવાની માંગણી પ્રબળપણે ઉઠવા પામી છે.