મોદીના આફ્રિકા પ્રવાસના સમય અંગે શત્રુઘ્ને સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી, તા.રપ
સંસદના ચોમાસા સત્ર દરમ્યાન વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે ગયા છે તેની પર ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શત્રુધ્ન સિંહાએ આકરા પ્રહાર કર્યા છે. સાથે જ દેશમાં ટોળા દ્વારા થતી હિંસા સંદર્ભે વડાપ્રધાન મોદી મૌન રહેતા તેમણે વડાપ્રધાન મોદીની નિંદા કરી છે. સોશિયલ મીડિયામાં શૉટગને લખ્યુ છે, “સર, જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યુ હતુ ત્યારે તમે ત્રણ આફ્રિકી દેશોના પ્રવાસ પર ગયા છો. તમે સંસદનું સત્ર કેમ છોડી દીધુ? કોઈ મુશ્કેલી તો આવી નહોતી ને, કે પછી આકાશ તો ધરાશાયી થયુ નહોતુ ને. જોકે, તમારો રવાંડા પ્રવાસ ભારતીય વડાપ્રધાનનો પ્રથમ પ્રવાસ છે. આશા છે કે તમે ત્યાં પ્રોટોકોલમાં રહી હાથ મિલાવશો. કારણકે અહીં રાહુલ ગાંધી તમને ગળે મળ્યા હતાં તેની અલગ-અલગ ખબરો બની રહી છે.” શૉટગને એક પછી એક એમ કુલ ચાર ટિ્‌વટ કરી સિંહાએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરી લખ્યું કે તમે રવાંડામાં ૨૦૦ ગાયો ભેટમાં આપી છે. આશા છે કે તેનાથી બંને દેશોના સંબંધ વધુ સુધરશે. પરંતુ દેશમાં ગૌમાતાના નામે નિર્દોષ લોકો મરી રહ્યા છે તેના પર તમે કેમ મૌન સેવ્યુ છે? શૉટગને લખ્યુ છે, “સર તમે વિદેશમાં રહીં મૉબ લિન્ચિંગ પર બે શબ્દ લખી શકો છો.” તેમણે વિશેષાધિકાર હનન નોટીસ વિશે લખ્યું કે રાફેલ ડીલ પર સરકારની વિરુદ્ધ આ નોટીસ મળી છે. અહીં જણાવવાનું કે આ મહિને અવિશ્વાસ પ્રસ્તાવના થોડા દિવસ પહેલા જ્યારે ગૃહ મંત્રાલયે શત્રુધ્ન સિંહાની સુરક્ષા વધારી વાય કેટેગરી કરી દીધી હતી. ત્યારથી અવિશ્વાસ પ્રસ્તાવ સુધી તેઓ મોદી સરકાર વિરુદ્ધ કંઈ બોલ્યા નહોતા. પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ વખતે તેમણે કહ્યું કે પાર્ટી માટે એક મત તો શું મારો જીવ પણ આપવા તૈયાર છું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks