સાવરકુંડલામાં ભાજપ અગ્રણીએ પાગલો, બાળકો અને માતા-પિતાની દીકરીઓને ભોજન પિરસ્યું

(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા.૧૭
આજરોજ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય સાવરકુંડલા ભાજપના યુવા અગ્રણી રણજીત કાછડિયાએ સાવરકુંડલાના પાગલ આશ્રમ માનવ મંદિરના પાગલો અને હરીના બાળકો, ગરીબ મા-બાપ વિનાની દીકરીઓને અહી ભાવતા ભોજન મીઠાઈ પીરસી અહીના હરીના બાળકોને રાજી કરી દીધા અને રામ બાપુના આશિર્વાદ મેળવ્યા હતા. બાપુએ પણ રણજીતભાઈનું શાલ ઓઢાડી સન્માન કરી આશિર્વાદ આપ્યા હતા ત્યારે આજરોજ ગુજરાત માટે નરેન્દ્ર મોદીના જન્મદિવસ સાથે સાથે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના ડેમનું લોકર્પણ હોય જેથી બાળકોને મીઠાઈ તેમજ પાગલ બાળકોને આજ ભોજનનો કાર્યક્રમ સાવરકુંડલાના માનવ મંદિરમાં રણજીતભાઈ કાછડિયા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં નાગરિક બેંકના ચેરમેન પરાગભાઈ ત્રિવેદી, જાબાળના સરપંચ ભૂપેન્દ્રભાઈ ખુમાણ, સંજયભાઈ દોંગા સહિતના ભાજપના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અમરેલીના સાંસદ નારાયણભાઈ કાછડિયા, ડોકટર ભરત કાનાબારે સમગ્ર નરેન્દ્ર મોદીના જન્મદિવસે બાળકો હરીના બાળકોને મીઠાઈ વહેચવા બદલ ભાજપના યુવા અગ્રણી રણજીત કાછડિયાને શુભેચ્છા પાઠવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks