દિલીપકુમારની તબિયત સારી છે : સાયરાબાનુ

(એજન્સી)                                      મુંબઈ, તા.ર

બોલીવૂડના પીઢ પ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમારની તબિયત અંગે ચાલતી અટકળોનો અંત લાવતા તેમના પત્ની સાયરાબાનુએ એમના ચાહકોને ખાતરી આપી છે કે હાલ તેઓ ઘરે છે અને તેમનું સ્વાસ્થ્ય સારું છે.

૯૪ વર્ષીય દિલીપકુમાર વિશે થોડા સમય પહેલા જ અટકળો આવી હતી કે તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી પરંતુ સાયરાબાનુએ આ અંગે ટવીટ કરી જણાવ્યું હતું કે, તેમની તબિયત ઠીક છે. દિલીપ સાહેબ પાસે તેમના હજારો ચાહકો, મિત્રો, શુભેચ્છકોનો પ્રેમ અને પ્રાર્થના છે કે  તેઓ સારા છે. કુમારની અંતિમ ફિલ્મ ‘કીલા’ ૧૯૯૮માં જોવા મળ્યા હતા તેમને ૧૯૯૪માં દાદાસાહેબ ફાળકે અને ર૦૧પમાં પદ્મ વિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૭માં પાકિસ્તાન સરકારે પણ તેમને ‘નિશાન-એ-ઈમ્તીયાઝ’ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks