(એજન્સી) નવી દિલ્હી,તા.૮
ભારતીય રેલવે દ્વારા એક રુપિયામાં દસ લાખનો વીમો આપવાની ઓફરને મળેલી સફળતાના પગલે ઉત્સાહિત રેલવે હવે બીજી એક એવી જ જબ્બર જાહેરાત કરવાની તૈયારીમાં છે. ભારતીય રેલવે દ્વારા હવે પોતાના પ્રવાસીઓને મોબાઇલ ફોન અને લેપટોપ માટે પણ વીમા પોલિસી રજૂ કરવાના છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન-આઈઆરસીટીસીના ચેરેમેન મનોચાએ આ સંદર્ભે જણાવ્યું કે આ સંદર્ભે આઈઆરસીટીસીના અધિકારીઓ અને વીમા કંપનીઓ વચ્ચે પ્રાથમિક સ્તરની વાતચીત માટે એક બેઠક થઈ ચૂકી છે. શરૂઆતે ક્રેડિટકાર્ડ હોલ્ડર્સ-સરકારી કર્મચારીને મળશે સુવિધા ઉલ્લેખનીય છે કે આઈઆરસીટીસી ૯૨ પૈસામાં જીવન વિમા પોલિસી આપી ચૂકી છે. મનોચાએ જણાવ્યું હતું કે વીમાકંપનીઓ ખોટા દાવાઓને લઇને કેટલીક સમસ્યાઓ અનુભવે છે તેમને અમે કેટલાક સૂચન કર્યાં છે.શરુઆતમાં ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ અને સરકારી નોકરીવાળા કર્મચારીઓને આ પોલિસી આપવાનો આઈડિયા અપાયો છે. રેલવે એક્સિડન્ટની સાથે ચોરીના કિસ્સાઓ પણ આ પ્લાન હેઠળ આવરી લેવામાં આવશે. ૧ પૈસામાં રુ.૧૦ લાખનો વિમો-જોડાયાં ૧૨૧ કરોડ પ્રવાસીરેલવે દીવાળી બોનાન્ઝામાં ફક્ત એક પૈસામાં ૧૦ લાખ રુપિયાનો પેસેન્જર વિમો આપવાનું એલાન કર્યું છે. ૭ ઓક્ટોબરથી એક પૈસામાં ૧૦ લાખ રુપિયાના વિમાની સુવિધા મળવી શરુ થઈ ગઈ છે. પહેલી સપ્ટેમ્બરે શરુ થયેલી આ યોજનામાં અત્યાર સુધી ૯૨ પૈસા લેવામાં આવતાં હતાં. પરંતુ આ સ્કીમને લોકોનો ખૂબ પ્રતિસાદ મળવાના કારણે ૩૧ ઓક્ટોબર સુધી બૂક કરાવાતી બધી ટિકીટો પર આ સુવિધા લાગુ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ યોજના સાથે કુલ ૧૨૧ કરોડ પ્રવાસીઓ જોડાઈ ગયાં છે.