(એજન્સી) ન્યૂયોર્ક, તા.૧૪
સંયુક્ત રાષ્ટ્રસંઘે મ્યાનમારના રાખિને સ્ટેટમાં થયેલી હિંસા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને સરકારને તાત્કાલિક ધોરણે પગલાં ભરવાનું જણાવ્યું છે. ભારતમાં ૩,૮૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ શરણ લીધું છે. જેમાં ૧૬,૦૦૦ મુસ્લિમોને શરણાર્થીના દસ્તાવેજો આપવામાં આવ્યાં છે. ઝેદ રા અલ હસને કહ્યું કે આજે જ્યારે પોતાના જ દેશમાં હિંસાનો ભોગ બની રહેલા રોહિંગ્યા મુસ્લિમોને સ્વદેશ પરત મોકલવાના ભારતના પ્રયાસોને હું વખોડી કાઢું છું. તેમણે ખાસ ઉલ્લેખ કરતાં કહ્યુ કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારતની જવાબદારીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ભારત રોહિંગ્યા મુસ્લિમોને સામૂહિક રીતે એવે કોઈ ઠેકાણે ન મોકલી શકે કે જ્યાં તેમના જીવનને જોખમ હોય અથવા તો તેઓ હિંસાનો ભોગ બનતાં હોય. તેમણે રાખિને સ્ટેટમાં મુસ્લિમોની વિરૂદ્ધના મ્યાનમારના ઘાતક સુરક્ષા અભિયાનને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું. તેમણે કહ્યું કે ગત મહિનામાં ઘૂસણખોરીના હુમલાઓ કરતાં પણ ઘણા ઘાતકી છે. મ્યાનમારના રાખીને સ્ટેટમાં બે અઠવાડિયા પહેલા ફાટી નીકળેલી હિંસાના પરિણામે લગભગ ૩ લાખ રોહિંગ્યા મુસ્લિમો દેશ છોડીને ભાગી નીકળ્યાં હતા જે પછી પણ લગાતાર હિંસાની ઘટનાઓ બની રહી છે. લગભગ બે લાખ મુસ્લિમો બાંગ્લાદેશ ભાગી નીકળ્યાં છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર ઉચ્ચાયુક્ત ઝૈદ રાદ અલ હસને મ્યાનમાર રોહિંગ્યા મુસ્લિમોની પરિસ્થિતિને ‘વંશીય ઉન્મૂલન’નું ટેક્સ્ડ બુક ઉદાહરણ ગણાવીને યંગૂન તથા રોહિંગ્યા મુસ્લિમોને સ્વદેશ મોકલવાના પ્રયાસો શરૂ કરનાર ભારતની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.