SC/ST‌ વ્યક્તિઓના દરેક ‘અપમાન’ને SC/ST‌સુરક્ષા કાયદા હેઠળ ગુનો ગણી શકાય નહીં : સુપ્રીમ કોર્ટકેરળના યુટ્યુબ ન્યૂઝ ચેનલના સંપાદકને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ અવલોકન કર્યું હતું

(એજન્સી) તા.૨૪
સુપ્રીમ કોર્ટે મલયાલમ યુટ્યુબ ન્યૂઝ ચેનલના સંપાદકને આગોતરા જામીન આપતાંSC/ST‌ એક્ટ હેઠળ અપમાનને ગુનો ગણવા માટેની શરતો મૂકી છે અનેSC/ST‌ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ હેઠળ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય સામે અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં તે ગુનો કેવી રીતે બને છે તે કહ્યું છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યનું દરેક અપમાન અને ધાકધમકી અધિનિયમ, ૧૯૮૯ હેઠળ કોઈ ગુનો ગણાશે નહીં, સિવાય કે આ પ્રકારનું અપમાન અથવા ધાકધમકી એ આધાર પર હોય કે તે સમગ્ર અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે હોય.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કાયદાની કલમ ૩(૧)(r) જ્યાં અપમાન કરવાના ઉદ્દેશ્ય સાથે અપરાધ તરીકે દર્શાવવામાં આવે છે અને જો તે વ્યક્તિની જાતિ ઓળખ સાથે સ્પષ્ટ રીતે જોડાયેલું છે જેને ઇરાદાપૂર્વક અપમાન અથવા ધાકધમકી આપવામાં આવી છે. કોઈ પણ SC/ST‌ સમુદાયના સભ્યનું દરેક ઈરાદાપૂર્વક અપમાન અથવા ધાકધમકી જાતિ આધારિત અપમાનમાં પરિણમશે નહીં. કોર્ટે જણાવ્યું હતું કે પીડિત એસસી/એસટી સમુદાયના સભ્ય છે તે હકીકતની માત્ર જાણકારી આ એક્ટની કલમ ૩(૧)(r)ની જોગવાઈઓ માટે પૂરતી નથી. કાયદાની કલમ ૩(૧)(r) શું કહે છે અત્યાચારના ગુનાને વ્યાખ્યાયિત કરતી કલમ, મૌખિક અપમાનના સંદર્ભમાં જણાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈપણ જગ્યાએ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યને જાહેર દ્રષ્ટિકોણમાં અપમાનિત કરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન કરે છે અથવા ધમકાવશે ત્યારે તે ગુના માટે દોષિત હશે.
મલયાલમ યુટ્યુબ ન્યૂઝ ચેનલ મરુનાદન મલયાલીના સંપાદક શજનસ્કરિયા વિરૂદ્ધ SC/ST એક્ટ હેઠળ સીપીએમ ધારાસભ્ય પી.વી. શ્રીનિજન વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણી માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા રમતગમત પરિષદના અધ્યક્ષ તરીકે શ્રીનિજન દ્વારા સ્પોટ્‌ર્સ હોસ્ટેલના કથિત ગેરવહીવટ અંગે યુટ્યુબ ચેનલ પર સ્કારિયા દ્વારા પ્રસારિત કરાયેલા સમાચારમાં કથિત રીતે આ ટિપ્પણી કથિત રીતે કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટ અને કેરળ હાઈકોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts