હડદડ ગામની પ્રાથમિક શાળાને માધ્યમિકની મંજૂરી ન મળતાં ગ્રામજનોએ શાળાને તાળા માર્યાં

(સંવાદદાતા દ્વારા)
બોટાદ, તા.૨૭
બોટાદ જિલ્લાની હડદડ ગામની પ્રાથમિક શાળાને માધ્યમિક શાળાની મંજૂરી ન મળતા તાળાબંધી કરવામાં આવી છે. ધોરણ ૯-૧૦ની મંજૂરી આપવાની માગ સાથે સરપંચ,મહિલાઓ તેમજ ૩૦૦ જેટલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે. ઉલ્લેખનીય છે કે, “હમારી માંગે પૂરી કરો” નારા લગાવી વાલીઓએ શાળા બહાર સૂત્રોચ્ચાર લગાવ્યા હતા અને બાળકોને શાળાએ ન મોકલવાની વાલીઓએ ચીમકી આપી છે. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ શિક્ષણથી અળગા રહેશે. આપને જણાવી દઇએ કે, ગામના આગેવાનો દ્વારા વર્ષ ૨૦૧૬થી માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મંત્રી સૌરભ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી, કુંવરજી બાવળીયા સહિતના લોકોને વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ પગલા લેવાયા નથી. મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts