SC,ST‌નું પેટા-શ્રેણીકરણ આરક્ષણના મૂળ ઉદ્દેશ્યને યાદ રાખીએ

સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે કે, રાજ્યો હવે આ જૂથોમાં ક્વોટા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (જી્‌)ને પેટા વર્ગીકૃત કરી શકે છે. જેથી વધારે વંચિત પેટા-જૂથોને વધુ સારી રીતે ટેકો આપી શકાય. સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદા પછી ઈ.વી.ચિન્નૈયા વિરૂદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યનો અગાઉના ચુકાદો ઉથલી ગયો છે. જેમાં આવા પેટા- વર્ગીકરણને ગેરબંધારણીય ગણવામાં આવ્યુ હતુ. જોકે આ પછી એક નવી ચર્ચા ઉભરી આવી છે. આ સમગ્ર કાર્યવાહીમાં આંબેડકરની પરિસ્થિતિને સમજવી જરૂરી છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું આ કચડાયેલા વર્ગો, (નિશ્ચિત રીતે અસ્પૃશ્યોને) હિન્દુ સમુદાયનો હિસ્સો ગણવામાં આવે છે ખરો ?
ધ રિયલ ઈશ્યુ : શું અસ્પૃશ્ય એક વિભિન્ન તત્વ નથી ? માં તેમણે લખ્યું છે. હું જેવી રીતે આ બાબતને સમજું છું તેમ, મૂળભૂત મુદ્દો એ છે કે : શું અસ્પૃશ્યો ભારતના રાષ્ટ્રીય જીવનમાં એક અલગ તત્વ છે કે નહીં ? વાસ્તવિક મુદ્દો આ વિવાદમાં છે અને આ મુદ્દા પર કોંગ્રેસ અને અસ્પૃશ્યો બંને વિરોધાભાસી પક્ષોમાં છે. અસ્પૃશ્યો આનો જવાબ હા ભણીને આપતા કહે છે કે તેઓ હિન્દુઓથી ભિન્ન અને જુદા છે. જે મુખ્ય મુદ્દાઓ પર આંબેડકર પ્રકાશ પાડવા માગતા હતા તે હતાશ વર્ગો માટે એક અલગ મતદાર મંડળ એ ઓળખ અને સંઘર્ષ સાથે જોડાયેલો હતો. જે આ પૈકીનો એક હતો. જેનો આજે પણ ઘણા દલિતો અને બહુજનોએ સતત સામનો કરી રહ્યાં છે. હતાશ વર્ગો કેમ હિંદુઓથી અલગ છે તે અંગે આંબેડકરે વિગતવાર કારણો આપ્યા હતા. તેમની દલીલ હતી કે, તેમની સાથે હિંદુઓ અસમાન વર્તન કરતા હોવાથી તેઓ સમાન સમાજનો ભાગ નથી. અસ્પૃશ્યો શબ્દના ધાર્મિક અર્થમાં હિંદુ છે કે કેમ તે તેના પર આધાર રાખે છે કે કોઈ વ્યક્તિ તેના કટ્ટરપંથી અથવા સંપ્રદાયની કસોટી તરીકે અપનાવે છે. જો હિંદુ ધર્મની કસોટીઓ જાતિ અને અસ્પૃશ્યતાના સિદ્ધાંતો છે તો દરેક અસ્પૃશ્ય, હિંદુ ધર્મ અને તે હિંદુ હોવાના દાવાને નકારી દેશે. સૌથી અગત્યનું, આંબેડકરે સ્પષ્ટ કર્યું હતુ કે અલગ મતદાર મંડળ માટેનો તેમનો પ્રસ્તાવ માત્ર રાજકીય અને આર્થિક પરિવર્તન માટે જ નહીં પણ સામાજિક પરિવર્તન માટે પણ હતો. આને પેટા-વર્ગીકરણની ચર્ચા સાથે જોડતા, એ સમજવું અગત્યનું છે કે અનામતનો વિચાર પર્યાપ્ત પ્રતિનિધિત્વ દ્વારા સમગ્ર જીઝ્ર સમુદાયને સામાજિક રીતે ઉત્કર્ષ કરવાનો છે. ન્યાયાધીશો દ્વારા પ્રસ્તાવિત પેટા-વર્ગીકરણમાં, મુખ્ય ન્યાયાધીશે કારણ આપ્યું છે કે, ‘પેટા-વર્ગીકરણ સમાનતાનું એક પાસું છે.’ પરંતુ જીઝ્ર બેન્ચે બહુજન સમાજ દ્વારા સામનો કરવામાં આવેલા ઐતિહાસિક જુલમ અને સદીઓના ભેદભાવના પ્રતિભાવ તરીકે આરક્ષણ શા માટે પ્રથમ સ્થાને રજૂ કરવામાં આવ્યું હતું તે મુખ્ય કારણને અવગણ્યું હોવાનું જણાય છે. ચૂકાદામાં જેની વાત કરવામાં આવી રહી છે તે અનુસૂચિત જાતિ સમુદાયનું એક પાસું વિષમતા અને વૈવિધ્ય પણ છે. એ વાત સાચી છે કે સમુદાય સજાતીય નથી પરંતુ સમગ્ર સમુદાયમાં ભેદભાવ, શોષણ અને કલંકની પ્રકૃતિ સતત રહી છે. વિજાતીયતાને ધ્યાનમાં લીધા વિના, ગરીબ સાથે અથવા વગર, અનુ.જાતિ આર્થિક પૃષ્ઠભૂમિ જાતિ આધારિત ભેદભાવ અનુભવે છે, એટલે જ જીઝ્રજ સામે ઐતિહાસિક અન્યાયના ભૂતકાળને સુધારવા માટે આરક્ષણને પ્રથમ સ્થાને રજૂ કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિ સમુદાયમાં ભેદભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી તેનું કારણ એ છે કે સામાજિક વંશવેલા અને અસમાનતા પર આધારિત જાતિનો મૂળ સિદ્ધાંત છે. જોકે, કેટલાક ફેરફારો થયા તો છે પરંતુ આંબેડકરે પણ સ્વીકાર્યું હતું કે સમાજમાં તેના સ્વભાવ મુજબ થોડો ફેરફાર થવાનો છે, જાતિ-આધારિત ભેદભાવના મૂળિયા હજુ પણ ઘણાં ઊંડા અને મજબૂત છે. વધુમાં, આર્થિક આધાર પર પેટા-વર્ગીકરણ જ્ઞાતિ જૂથમાં વંશવેલાના બીજા સ્તરને કાયમી બનાવી શકે છે. દલિતો અને મહાદલિતોને જોતાં, બાદમાં અનુસૂચિત જાતિના અતિ પછાતને ઓળખવા માટે ૨૦૦૭માં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એક છત્ર જૂથ બનાવ્યું હતું. જેમાં જીઝ્ર દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સ્થિતિ સુધારવા માટેનો તર્ક છે. જો કે, મારા સંશોધન મુજબ, મુસાહરની સ્થિતિમાં ભાગ્યે જ કશો સુધારો થયો છે. મહાદલિત યોજનાઓનું અમલીકરણ વચન મુજબ થયું નથી. તેથી, પેટા-વર્ગીકરણ સૌથી પછાત લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે સંપૂર્ણ રીતે કામ કરી શકશે નહીં. પરંતુ અનુસૂચિત જાતિઓમાં જેઓ હાંસિયામાં અને અત્યંત હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તેમને સામાજિક જગ્યાઓ આદર અને ગૌરવ સાથે પ્રદાન કરવાની તાતી જરૂર છે. આ સંદર્ભમાં, તેમની ભાગીદારી, ઉદાહરણ તરીકે, ગામ અને જિલ્લા સ્તરે સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં, કદાચ તેમના જીવનમાં અને તેમની ભાવિ પેઢીઓમાં નોંધપાત્ર તફાવત લાવશે. આરક્ષણનો વિચાર વધુ ને વધુ રાજકીય બન્યો છે અને ભવિષ્યમાં તેનુ અધઃપતન પણ થઇ શકે છે. ઐતિહાસિક સંદર્ભને જોડવું અને આંબેડકરના ઉપદેશો સાથે સુસંગત રહેવું – જીઝ્ર માટે, તે વહેંચાયેલ જગ્યાઓ અને પ્રતિનિધિત્વ છે જે આરક્ષણ પ્રદાન કરે છે. જે એવી વસ્તુ છે કે જે તેઓ હકારાત્મક પગલાંની નીતિઓના યોગ્ય અમલીકરણ પહેલાની સદીઓમાં વંચિત રહ્યા છે. પેટા-વર્ગીકરણની દરખાસ્ત જીઝ્ર સમુદાયની સામાજિક પરિસ્થિતિઓના સુધારણા માટે નહીં પરંતુ રાજકીય હિતોની પ્રગતિ માટે વાટાઘાટો માટે નવો અવકાશ ખોલે છે.

  • દિનેશ ચંદ (સૌ.ઃ ધક્વિન્ટ.કોમ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts