(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના વેસુ ખાતે આવેલ એસ.ડી. જૈન સ્કૂલના સંચાલકોએ ૧૧ વિદ્યાર્થીના એલ.સી. પોસ્ટ મારફતે મોકલી આંદોલનકારી વાલીઓના બાળકોના ભાવિ સાથે છેડાં કરનાર સ્કૂલ સામે એનએસયુઆઈએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસારએસ.ડી. જૈન મોર્ડન સ્કૂલના ટ્રસ્ટી એનએસયુઆઈએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એસ.ડી. જૈન સ્કૂલ ફી નિર્ધારણ કમિટી અંતર્ગત વાલીઓ સમગ્ર સુરત શહેરમાં આંદોલન કરી રહ્યાં છે અને જેને ધ્યાનમાં લઈ સ્કૂલ સંચાલકો દ્વારા આ વાલીઓના આંદોલનને તોડવા માટે તેમના સંતાનોને ખોટી રીતે પોસ્ટ દ્વારા એલસી મોકલી આપેલ છે. જે શિક્ષણ હિતમાં નથી, આ પ્રકારની સંચાલકોની દાદાગીરી સુરત શહેર એનએસયુઆઈ સાખી નહીં લે. શાંતિપૂર્વક અને લોકશાહી ઢબે ચાલતા વાલીના આંદોલનને એનએસયુઆઈ સંપૂર્ણ સહકાર છે આ વાલીના આંદોલનને તોડવા માટે એસ.ડી. જૈનના સંચાલકો દ્વારા ૧૧ બાળકોને પોસ્ટ દ્વારા એલસી મોકલેલ છે તેઓના પરત લઈ શાળામાં પ્રવેશ આપવામાં આવે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો સુરત એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.