National

કોઈને શંકા પણ ના થાય એ રીતે પાકિસ્તાન માટે જાસૂસી કરતો સેનાનો જવાન કંચન

(એજન્સી) ઉત્તરાખંડ, તા.ર૦
કેટલીક વખત લાલચમાં માણસ એટલી હદે આંધળો થઈ જાય છે કે તેને ખરા-ખોટાનું અંતર જ ખબર પડતું નથી. ત્યારે જ તો કેટલીક વાર આપણા જ દેશના લોકો શત્રુ દેશ પાકિસ્તાન માટે જાસૂસી કરવામાં જોડાઈ જાય છે. હાલમાં જ સેનાના એક જવાનની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. કંચનસિંહ નામનો આ જવાન કંઈક આ રીતે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહ્યો હતો કે કોઈને જરા પણ શંકા ના થઈ.
ઉત્તરાખંડનો રહેવાસી કંચન મેરઠ કોર્ટમાંથી ૬ ઓક્ટોબરે જ પકડાયો હતો. સિગ્નલ રિજીમેન્ટમાં નિયુક્ત આ જવાન ટેલિફોન ઓપરેટરનું કામ કરતો હતો. અને તે ટેલિફોન એક્સચેન્જથી જ પોતાની જાસૂસીનું કામ કરતો હત. એક્સચેન્જમાં કામ કરવાના કારણે તેના બીજા વિસ્તારોમાં હાજર આર્મીના એક્સચેન્જ સાથે પણ કોન્ટેક્ટ હતા. આ કારણે તે ત્યાં ફોન કરીને તમામ જાણકારી જેવી કે યુનિટની મૂવમેન્ટ, ડિપલોયમેન્ટ, આર્મી કમાન્ડરોની નિમણૂક અને ટ્રાન્સફર સાથે જોડાયેલી માહિતી એકઠી કરીને પાકિસ્તાનને વોટ્‌સએપ દ્વારા પહોંચાડતો હતો. કંચનને ચંદીગઢના વેસ્ટન કમાન્ડે પકડયો. વેસ્ટર્ન કમાન્ડ આઈએસઆઈ દ્વારા ઉત્તર ભારતમાં સેનાની જાસૂસી કરાવવા સંબંધિત પૂરાવા શોધવાનું કામ કરી રહ્યું હતું. આ દરમ્યાન તેમને કંચન પર શંકા પડી. પછી તેમણે ઘણા સમય સુધી આ જવાનની ગતિવિધિઓ પર નજર રાખી અને જ્યારે તેના જાસૂસીના પુરાવા મળી ગયા તો વેસ્ટર્ન કમાન્ડે મેરઠ કેંટને તે વિશે જણાવ્યું ત્યારબાદ કંચનની ધરપકડ કરવામાં આવી હતી.
આર્મી સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, આઈએસઆઈની દૃષ્ટિ ૯ ઓક્ટોબરે દિલ્હીમાં થયેલી આર્મી કમાન્ડરોની પ્રેસ કોન્ફરન્સ પર હતી. પરંતુ તે પહેલાં જ કંચનની ધરપકડ કરી લેવામાં આવી હતી. નહીંતર તે આની સાથે સંબંધિત માહિતી પણ દુશ્મન દેશને આપી દેતો. સેનામાં હાજર આવો ગદ્દારના માત્ર સેનાનું નામ ખરાબ કરે છે. ઉપરાંત લાલચ માટે દેશની સુરક્ષા સાથે પણ ચેડા કરે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.