સેરેના વિલિયમ્સ ક્વાર્ટર ફાઈનલમાં

લંડન, તા.૧૦
અમેરિકી ધુરંધર ખેલાડી સેરેના વિલિયમ્સે રશિયન ક્વોલિફાયર એવઝીનિયા રોડિનાને ૬-ર, ૬-રથી હરાવી ૧૩મી વખત વિમ્બલ્ડનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. સાત વખતની ચેમ્પિયન સેરેના અહિંયા ર૦૧પ અને ર૦૧૬માં ટાઈટલ જીતી ચૂકી છે. હવે તે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ પર સતત ૧૮ મેચ જીતી ચૂકી છે. ગત વખતે ગર્ભવતી હોવાના કારણે તે અહિંયા રમી ન હતી. હવે તેનો સામનો ઈટાલીની કૈમિલા ઝિયોરી સામે થશે જે વિશ્વ રેન્કિંગમાં પરમાં સ્થાને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગારબાઈન મુગુરૂઝા, સિમોના હાલેપ, મારિયા શારાપોવા, પેત્રા કિવતોવા, વિનસ વિલિયમ્સ, કેરોલીના વોઝનિયાકી અને સ્ટીફેન્સ પહેલાં જ બહાર થઈ ચૂકી છે. વિમ્બલ્ડનના ઈતિહાસમાં પહેલીવાર ટોપટેનમાંથી કોઈ ખેલાડી અંતિમ આઠમાં પહોંચી નથી.

ભારતનો શરણ પુરૂષ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં

લંડન, તા.૧૦ ભારતનો દિવિઝ શરણ અને ન્યુઝીલેન્ડના સિટાકની જોડી વિમ્બલ્ડન પુરૂષ ડબલ વર્ગમાં સતત બીજીવાર પાંચ સેટોનો મુકાબલો જીતીને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. શરણ અને સિટાકે ઈઝરાયેલના જોનાથન એલિચ અને પોલેન્ડના મૈટકોવસ્કીને ૧-૬, ૬-૭, ૬-૪, ૬-૪, ૬-૪થી પરાજય આપ્યો. હવે તેમનો સામનો અમેરિકાના જૈક સોક અને માઈક બ્રાયનની જોડી સાથે થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks