શા માટે મુસ્લિમ દેશો રોહિંગ્યા મુદ્દે ચૂપ છે ? : તુર્કીના વિદેશમંત્રી

(એજન્સી) તા.પ
દુનિયામાં ઘણા બધા મુસ્લિમ દેશો છે. તેઓ ક્યાં છે? શા માટે તેઓ ચૂપ છે. તુર્કીના વિદેશપ્રધાને રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા અંગે વિશ્વના મુસ્લિમ દેશનું ઈદ નિમિત્તે ધ્યાન દોર્યું હતું. વિદેશમંત્રી કાઉસોગલુએ કહ્યું કે તેમણે રોહિંગ્યા મુસ્લિમોની સહાય માટે ૭૦ મિલિયન ડોલરની માનવીય સહાય મોકલી છે પરંતુ બીજા કોઈ મુસ્લિમ દેશોએ મદદ કરી નથી કે તે અંગે કોઈ ચિંતા કરતા નથી. તેમણે કહ્યું કે ફક્ત સહાય કરવી પૂરતી નથી. બે અઠવાડિયામાં યુએનની ન્યૂયોર્ક ખાતેની કચેરીમાં સેક્રેટરી જનરલ સાથે મુસ્લિમ દેશોના નેતાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો રોહિંગ્યા મુદ્દે યુએનના કમિશનના વડા કોફી અન્નાન બીજા નેતાઓ સાથે બેઠક યોજી આ મુદ્દાના ઉકેલ માટે પ્રયાસો હાથ ધરાશે. ઓગસ્ટ રપથી રોહિંગ્યા મુસ્લિમો સામે મ્યાનમારના સલામતી દળોએ અભિયાન ચલાવ્યું છે. રોહિંગ્યા શરણાર્થી બાંગ્લાદેશ તરફ શા માટે ભાગી રહ્યા છે. બાંગ્લાદેશે તેની સરહદ સીલ કરી દીધી છે. મીડિયાના અહેવાલ મુજબ મ્યાનમારના સલામતી દળોએ અયોગ્ય રીતે દળોનો ઉપયોગ કર્યો છે. હજારો રોહિંગ્યા ગામો અને તેમના ઘરો પર મોર્ટર અને મશીનગનોથી હુમલા કર્યા છે. આ વિસ્તારમાં બુદ્ધ અને મુસ્લિમો વચ્ચે ર૦૧રથી કોમી તનાવ ચાલે છે. સલામતી દળો મેન્ગડોવ ખાતે તૂટી પડ્યા હતા જ્યાં મુસ્લિમ બહુમતિ વિસ્તાર છે. યુનોએ આ ઘટનાને માનવ અધિકાર સામે ગુનાહિત કૃત્ય બતાવ્યું છે. યુનોના અહેવાલમાં જણાવાયું છે કે મ્યાનમારના સલામતી દળોએ સામૂહિક ગેંગરેપ હત્યાઓ યુવાનોને બેરહેમ મારઝૂડ કરી હતી. આ હુમલાઓમાં ૪૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમ માર્યા ગયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks