અમદાવાદ, તા.૪
અમદાવાદ શહેરમા આ વર્ષે જુન માસથી શરૂ થયેલી ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમા સરેરાશ કુલ વરસાદ ૧૦૨૨.૬૧ મીલીમીટર(૪૦.૨ ઈંચ) પર પહોંચી ગયો છે અમદાવાદ શહેરમા સરેરાશ ૩૦ ઈંચ વરસાદ થવા પામતો હોય છે જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૪૦ ઈંચ ઉપરાંત વરસાદ થઈ ગયો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ શહેરમાં આ વર્ષે ૨૫ જૂનથી અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનનો વિધિવત આરંભ થવા પામ્યો હતો.અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમા સરેરાશ ૧.૭૯ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં મધ્યઝોનમા એક મકાન ભયજનક હોવા અંગેની ફરીયાદ તંત્રને મળતા તેનો નિકાલ કરવામા આવ્યો હતો.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૩.૫૦ ફૂટ ઉપર નોંધાવા પામી છે નદીમા જાવક ૩૨૬૮ કયુસેક નોંધાવા પામી છે.જ્યારે બેરેજના બે દરવાજા બે ફૂટ ખોલવામા આવ્યા છે.અમદાવાદ શહેરમા આ સીઝનમાં મધ્યઝોનમા સૌથી વધુ સરેરાશ વરસાદ અત્યાર સુધીમા ૧૦૭૪.૫૮ મીલીમીટર થવા પામ્યો છે.પશ્ચિમઝોનમા ૧૦૬૩.૨૫ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.નવા પશ્ચિમઝોનમા ૧૦૫૮.૪૨ મીલીમીટર થવા પામ્યો છે.શહેરના ઉત્તરઝોનમા ૧૦૪૨.૨૨ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.શહેરના દક્ષિણઝોનમાં ૯૫૪.૨૫ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે જ્યારે શહેરના પૂર્વઝોનમા ૯૪૧.૩૯ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.આમ ચોમાસાની આ સીઝનમાં અમદાવાદ શહેરના કુલ છ ઝોનમાંથી ચાર ઝોનમાં સરેરાશ વરસાદ કરતા પણ વધુ વરસાદ થવા પામ્યો છે.