શહેરમાં પવન સાથે ભારે વરસાદ અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

અમદાવાદ, તા.૨૮
અમદાવાદ શહેરમાં આજે સતત બીજા દિવસે પણ બપોરના સુમારે ભાગે ગાજવીજ સાથે વરસાદ તુટી પડતાં શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરના રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરવા માટે ખાડાઓમાં નાંખવામા આવેલા કચરાને પગલે અનેક વાહન ચાલકો વાહનો સાથે સ્લીપ થઈ ગયાના બનાવો પણ સામે આવવા પામ્યા હતા. દરમિયાન આજે પડેલા ભારે વરસાદી ઝાપટાની વચ્ચે સરેરાશ ૮.૨૧ મીલીમીટર વરસાદની સાથે મોસમનો સરેરાશ કુલ વરસાદ ૩૭.૨૨ ઈંચ પર પહોંચ્યો છે. વાસણા બેરેજનો એક દરવાજો એક ફૂટ જેટલો ખોલવામા આવ્યો છે. આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદ સહિત રાજ્યમાં ૩૧ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ તરફથી કરવામા આવેલી આગાહીને પગલે રવિવારના રોજ સાંજના સુમારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમા ભારે વરસાદી ઝાપટા પડયા બાદ આજે બપોરે બેના સુમારે ફરી એક વખત આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ જવા પામ્યુ હતુ ઉપરાંત ગણતરીની પળોમા જ વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં કે જેમા ઉત્તરના નરોડા, નરોડા પાટીયા, નારોલ, લાંભા નવા પશ્ચિમઝોનના પ્રહલાદનગર, પશ્ચિમઝોનમાં આવેલા પાલડી,જમાલપુર સહિતના વિસ્તારોમા ભારે વરસાદી ઝાપટાને લઈને લોકો અટવાઈ પડયા હતા. આજે શહેરના પૂર્વ, ઉત્તર તેમજ દક્ષિણઝોનના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાને પગલે લોકો ભારે હાલાકીમા મુકાઈ જવા પામ્યા હતા. ઉપરાંત આજે સપ્તાહનો પ્રથમ દિવસ હોઈ નોકરી-ધંધાર્થે નીકળેલા વાહન ચાલકો માટે અમદાવાદ શહેરના તુટી ગયેલા રસ્તાઓ ઉપર પડેલા ખાડા પુરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાંખવામા આવેલો કાદવ ઘાતક પુરવાર થવા પામ્યો હતો. શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ ઉપર મ્યુનિ.તંત્ર દ્વારા કરવામા આવેલી આ પ્રકારની કાર્યવાહીને કારણે વાહન ચાલકો સ્લીપ થઈ ગયા હોવાના બનાવો પણ બનવા પામ્યા હતા. અમદાવાદમાં આજે સતત બીજા દિવસે પડેલા વરસાદને પગલે શહેરના તમામ છ ઝોનમાં નિચાણવાળા અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમાં બે ફલાયઓવર બ્રિજ કે જેમાં ઈન્કમટેકસ અને અંજલી ફલાયઓવરબ્રિજનો સમાવેશ થાય છે તેના સર્વિસરોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.અમદાવાદ શહેરમા આજે પડેલા ભારે વરસાદી ઝાપટાની સાથે જ શહેરમા મોસમનો કુલ વરસાદ ૯૪૫.૩૨ મીલીમીટર એટલે કે ૩૭.૨૨ ઈંચ થવા પામ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks