શહેરમાં વધુ ચારનાં મોત સાથે કુલ ૪૯નો ભોગ લેતો સ્વાઈન ફ્લૂ

અમદાવાદ, તા.૧૬
રાજયની સાથે અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામા આવી રહેલા અનેક દાવાઓની વચ્ચે દિવસે અને દિવસે સ્વાઈનફલૂના કેસ વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે જેને પરીણામે સ્વાઈનફલૂને નિયંત્રણમાં લેવા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામા આવી રહેલા તમામ પ્રકારના દાવાઓથી વિપરીત અમદાવાદમાં સ્વાઈનફલૂ બેકાબૂ બની રહ્યો છે.શહેરમાં છેલ્લા ૨૪ કલાકની અંદર સ્વાઈનફલૂના નવા ૯૧ કેસ નોંધાવાની સાથે કુલ ચાર લોકોના મોત થતા અત્યારસુધીમાં કુલ ૪૯ લોકોના મોત થવા પામ્યા છે. સ્વાઈન ફ્લૂએ અમદાવાદ શહેરને ભરડામા લીધુ હોય રોજબરોજ શહેરમાં જ્યાં કેસની સંખ્યા વધતી જઈ રહી છે ત્યાં બીજી તરફ મોતનો આંક પણ સતત ઉંચે જઈ રહ્યો છે.અમદાવાદ શહેરમાં છેલ્લા ૧૫ દિવસની અંદર સ્વાઈનફલૂના ૪૫૧થી પણ વધુ કેસ નોંધાઈ ગયા છે.શહેરમાં રવિવારે એકનુ મોત થયા બાદ છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ ચાર લોકોના સ્વાઈનફલૂના કારણે મોત થતા અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક ૪૯ ઉપર પહોંચવા પામ્યો છે. સ્વાઈનફલૂના કેસને ધ્યાનમાં રાખીને વી.એસ.હોસ્પિટલમાં વધુ ૩૦ પથારી અને પાંચ વેન્ટિલેટર, એલ.જી. હોસ્પિટલમાં ૨૦ પથારી અને ૧૧ વેન્ટિલેટર તેમજ શારદાબેન હોસ્પિટલમાં વધુ ૧૮ પથારી અને ૧૧ વેન્ટિલેટર એમ કુલ મળીને ૬૮ પથારી અને ૩૩ વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં બેકાબૂ બનતી જઈ રહેલી સ્વાઈનફલૂના કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવામાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સદંતર નિષ્ફળ નિવડ્યુ હોવાનો વિપક્ષનેતા દિનેશ શર્મા દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે.આજે અમદાવાદ શહેરમાં નિપજેલા ચાર લોકોના મોત પૈકી બે ના મોત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થવા પામ્યા હોવાનું સત્તાવારસૂત્રો તરફથી જાણવા મળ્યુ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks