શહેરમાં વરસાદી ઝાપટાનો દૌર યથાવત

અમદાવાદ, તા.૩૧
અમદાવાદ શહેરમા આજે સતત છઠ્ઠા દિવસે પણ વરસાદી ઝાપટાનો દોર યથાવત રીતે ચાલુ રહેલો જોવા મળ્યો હતો.શહેરમા છેલ્લા ૨૪ કલાકમા સરેરાશ ૭.૬૫ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે જેમા ઉત્તરઝોનમા સૌથી વધુ ૧૧.૭૫ મીલીમીટર વરસાદ થવા પામ્યો હતો.શહેરમા મોસમનો કુલ વરસાદ હવે ૯૯૪.૦૧ (૩૯.૭૬ ઈંચ)થવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમા ગત શનિવારથી સમયાંતરે કયારેક ભારે તો કયારેક હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમા સામાન્ય વરસાદમા પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.અમદાવાદ શહેરમા આજે સતત છઠ્ઠા દિવસે પણ સવારના સુમારે અને બપોરે બેના સુમારે અનેક વિસ્તારોમા આકાશમા ઘેરાયેલા વાદળો વરસતા શહેરના પાલડી, ધરણીધર, નહેરૂનગર, શિવરંજની સહીતના વિસ્તારોમા રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા આ સાથે જ શહેરના મધ્યઝોનમાં ખાડીયા,રાયપુર સહીતના વિસ્તારમા પણ વરસાદી ઝાપટુ પડયુ હતુ.અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમા સરેરાશ ૭.૬૫ મીલીમીટર વરસાદ નોંધાવા પામ્યો છે.બીજી તરફ અમદાવાદની મધ્યમા આવેલા ગીતા મંદિર વિસ્તારમા આવેલા એસ.ટી.બસસ્ટોપમા પ્રવેશ કરવાના માર્ગ ઉપર જ વિશાળકાય ભૂવો પડતા વિવિધ વિસ્તારની બસો મેળવવા ઈચ્છતા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.આ અંગે મ્યુનિસિપલ તંત્રને જાણ કરવામા આવતા તંત્ર દ્વારા ભૂવા આસપાસ પ્રોટેકશન મુકયુ હતુ.અમદાવાદ શહેરમા છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તરઝોનમાં સૌથી વધુ ૧૧.૭૫ મીલીમીટર વરસાદ થવા પામ્યો છે.અમદાવાદ શહેરમા આ મોસમની શરૂઆતથી લઈને અત્યાર સુધીમા સરેરાશ વરસાદ ૯૯૪.૦૧ મીલીમીટર એટલે કે ૩૯.૭૬ ઈંચ થઈ ગયો છે.અમદાવાદમાં દક્ષિણ ઝોનમાં બે વૃક્ષ ધરાશયી બનવા પામ્યા છે આ સાથે જ મધ્યઝોનમા ચાર મકાન કે તેના ભાગ ભયજનક હોવાની ફરીયાદ તંત્રને મળવા પામી છે. શહેરના પશ્ચિમ અને નવા પશ્ચિમઝોનમા એક-એક સ્થળે વરસાદી પાણી ભરાયાની ફરીયાદ તંત્રને મળી છે.વાસણા બેરેજ ખાતે પાણીની સપાટી ૧૩૦.૭૫ ફૂટ નોંધાવા પામી છે.બેરેજના ચાર ગેટ બે ફૂટ જેટલા ખોલવામા આવ્યા છે.
ઝોનવાઇઝ વરસાદ

અમદાવાદમાં જુદા જુદા ઝોનમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો છે. હજુ સુધી અમદાવાદ શહેરમાં ૯૯૪.૦૧ મીમી વરસાદ નોંધાયો છે. ઝોનવાઈઝ વરસાદમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં ઝોનવાઈઝ વરસાદ નીચે મુજબ છે.
ઝોન મોસમનો વરસાદ (મીમીમાં)
પૂર્વ ૯૧૮.૫૪
પશ્ચિમ ૧૦૩૬.૭૨
ન.પશ્ચિમ ૧૦૧૯.૨૬
મધ્ય ૧૦૫૧.૦૮
ઉત્તર ૧૦૧૩.૨૧
દક્ષિણ ૯૨૩.૭૫
સરેરાશ ૯૯૪.૦૧

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks