કચ્છ યુનિ.ના પ્રોફેસર ઉપર શાહી ફેંકવાની ઘટનામાં બે વિદ્યાર્થીઓની ધરપકડ

(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.ર૭
કચ્છના શિક્ષણ જગતમાં કાળીટીલી સમાન બનેલા બનાવમાં કચ્છ યુનિ.ના પ્રોફેસર ઉપર શાહી ફેંકવાની ઘટનામાં બે વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ આ બંને વિદ્યાર્થીઓનો કચ્છ યુનિ.એ પ્રવેશ રદ કરી દીધો છે.
તા.ર૬/૬ના રોજ કચ્છ યુનિ.ના પ્રોફેસર ગીરીન કમલકાંત બક્ષી ઉપર સત્તાપક્ષ ભાજપના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકરોના ૧પથી ર૦ જણના ટોળાએ કાળી શાહી ઢોળી પ્રોફેસરના ચહેરાને ક્રૂરતાપૂર્વક કાળો કર્યા પછી પણ પ્રોફેસરને ઢસડીને કુલપતિના ચેમ્બરમાં લઈ જવાયા હતા. રીતસર ગુંડાગીર્દી ઉપર ઉતરેલા એ.બી.વી.પી.ના વિદ્યાર્થીઓની આ દાદાગીરીથી કચ્છના શિક્ષણ જગતમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
આ ઘટનામાં જવાબદાર રામ ગઢવી અને ભાર્ગવ શાહ નામના બે વિદ્યાર્થી આરોપીની તા.ર૭/૬ના રોજ ભૂજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકની પોલીસ ટુકડીએ ધરપકડ કરી હતી. જ્યારે કચ્છ યુનિ.ના કુલપતિ ચંદ્રસિંહ જાડેજાએ બંને આરોપી વિદ્યાર્થીનો યુનિ.માંથી પ્રવેશ રદ કરી નાખ્યો છે. જ્યારે તા.ર૭/૬ના રોજ આ ઘટનાના વિરોધમાં કચ્છ યુનિ.ના કર્મચારી અને પ્રોફેસરોએ એક દિવસની હડતાળ પાડી હતી. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પણ ભાજપની વિદ્યાર્થી પાંખની આ ગુંડાગીર્દીના વિરોધમાં ધરણા યોજ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks