શૈક્ષણિક અને સામાજિક જાગૃતતા લાવવા વિશાળ રથયાત્રાનું આયોજન

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૫
ગુજરાત ભરવાડ સમાજ દ્વારા શેક્ષણિક અને સામાજિક જાગૃતતા લાવવા એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ૨૬મી ઓક્ટોબરના રોજ સાવરકુંડલાના બાવડીયારીથી શરૂ થનારી ૧૨૦૦ કિમીની આ યાત્રા રાજકોટ , બોટાદ, અમદાવાદ, વડોદરા થઈ સુરતના કામરેજ વિસ્તારમાં ફરશે.
વિજય ભરવાડ (ભરવાડ સમાજના અગ્રણી) એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ ૩૦ લાખથી વધુની સંખ્યા ધરાવતા ભરવાડ સમાજના લોકોમાં શૈક્ષણિક અને સામાજિક જાગૃતતા લાવવાના હેતુથી આ રથ યાત્રાનું આયોજન કરાયું છે. ૧૨૦૦ કિમીની આ યાત્રામાં વિવિધ ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપેક્ષા છે. આ યાત્રામાં ૪૦૦-૫૦૦ ફોર વ્હિલ ગાડી અને અનેક લોકો બાઇક પર જોડાવવા આગળ આવ્યા છે. આ યાત્રાથી આશરે ૧૦ લાખથી વધુ લોકોને સામાજિક અને શૈક્ષણિક જાગૃતિના અભિયાનનો સંદેશ પહોંચશે.
વિજય ભરવાડે જણાવ્યું હતું કે, સમાજમાં લગભગ બાળલગ્ન નાબૂદ થઈ ગયા છે . કુરિવાજો દૂર થઈ ગયા છે. જેથી દીકરીને ઉચ્ચતર અભ્યાસ સુધી અભ્યાસ કરવાનો અવસર મળે,અને આગામી પેઢી એજ્યુકેશન ક્ષેત્રે સમાજનું નામ રોશન કરે તે હેતુથી શૈક્ષણિક રથયાત્રાનું આયોજન કરાયું છે.૪ જિલ્લાઓમાં સમાજના સંગઠિત સંગઠનને મજબૂત બનાવવા ઓફિસ શરૂ કરવામાં આવશે. દરેક જિલ્લા વાઇઝ ૧૧ લોકોની કમિટી બનાવશે.અને એ જ લોકો સમાજ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવશે સમાજના આ ભગીરથ કાર્યમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં રોકડ ફંડ અને જમીન પર આપવા તૈયાર થઈ ગયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks