શૈતાન મહિલા બુટલેગર સોનુ ડાંગર આપ (સ.અ.વ.) સાહેબની શાનમાં ગુસ્તાખી કરતાં મુસ્લિમ સમાજ લાલઘૂમ

ગારિયાધાર, તા.૧૭
ગારિયાધાર તાલુકાના તમામ સુન્ની મુસ્લિમ જમાતના લોકોએ જુમ્માની નમાજ બાદ વિશાળ મૌન રેલી જુમ્મા મસ્જિદથી મેઇન બજાર, ભૈરવનાથ ચોકથી મામલતદાર કચેરીએ મામલતદારને આવેદન પત્ર આપવા ગયેલ અને રાજકોટની કુખ્યાત ડોન સોનુ ડાંગર નામની મહિલાએ ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.)ની શાનમાં ગુસ્તાખી કરીને બહુ જ મોટું ગુનાહિત કૃત્ય કરીને મુસ્લિમ સમાજનું દિલ દુભાવ્યું છે. તો આવી વ્યક્તિને કડક સખત સજા આપવાની બુલંદ માંગ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારી અવાજ પહોંચાડવા. હાજી અલારખભાઈ,મુજીબુર રહેમાન,ફારૂકભાઈ બાવાણી,હબીબખાન બ્લોચ, હાજી ઉસ્માનભાઈ, ફારૂકભાઇ કાસમાણી, ઉસ્માનભાઇ મધરા,
તેમજ તમામ સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર સુપરત કરેલ છે. સાથે-સાથે ગારિયાધાર ઁર્જીં સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks