શૈતાન મહિલા બુટલેગર સોનુ ડાંગર સામે કેશોદ-ધોરાજીમાં પ્રચંડ રોષ

કેશોદ, ધોરાજી, તા.૧ર
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેના મુસ્લિમ સમાજ દ્વારા એક મૌન રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવેલ હતું. જેમાં રાજકોટની મહિલા બુટલેગર સોનુ ડાંગર નામની મહિલાએ વિશ્વના મહાપુરૂષ હુઝુરે અકરમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ અને ઈસ્લામ ધર્મ વિશે અશ્લીલ વાણીવિલાસ કરી ખરાબ ઉચ્ચારણો કરેલ છે. જેની આવી હલકી કક્ષાની શૈતાની ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. આ સાથે કેશોદનાં મુસ્લિમ સમાજે પણ તેને વખોડી કાઢી અને આવી નાપાક હરકતની વિરૂદ્ધમાં એક મૌન રેલી યોજી આ મનહુસ, નાપાક, શૈતાન સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા માટે કેશોદ શહેર તથા તાલુકા મુસ્લિમોએ ઉગ્ર માંગ કરેલ છે. આ મૌન રેલીમાં કેશોદ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈસ્માઈલભાઈ દાતારી, ઉપપ્રમુખ આદમભાઈ સોઢા, હનીફભાઈ સોઢા, અલીભાઈ સાંધ, હાસમભાઈ જુનેજા, સત્તાવારભાઈ કારવા મસ્જિદોના ઈમામો અને બહોળી સંખ્યામાં મુસ્લિમો આ મૌન રેલીમાં જોડાયેલ હતા. જ્યારે ધોરાજી ખાતે ખ્વાજા સાહેબની દરગાહ ખાતે ધોરાજી મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વકીલો, ડોક્ટરો, સામાજિક કાર્યકરો, પત્રકારો તથા વિવિધ સંસ્થાના વડાઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં આપ (સ.અ.વ) સાહેબ વિશે અશોભનીય વાણીવિલાસ કરનાર શૈતાન સોનુ ડાંગર સામે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તથા આવેદન પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું નક્કી કરાયું હતું. આ મીટિંગમાં હાજી ઈબ્રાહીમભાઈ ખુરેશી, એડવોકેટ અમીનભાઈ નવીવાલા, મજીદમિયાં નાગાણી, યુસૂફ નવીવાલા, કાસીમ ખુરેશી, મોહમ્મદ કાસીમ ગરાણા, રફીકબાપુ કેરમવાળા, સલીમભાઈ શેખ, મકબૂલ ગરાણા, જબ્બારભાઈ માલબંધ, સૈયદ મતીનબાપુ, હુસૈન ખુરેશી, ઈકરામ પટેલ, બોદુભાઈ ચૌહાણ, જુસબ માસ્તર તથા દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts