શૈતાન સોનુ ડાંગર સામે ફરિયાદ નોંધી કડક પગલાં ભરવા માગણી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૮
સોશ્યલ મીડિયા પર ઈસ્લામ ધર્મ તેમજ હઝરત પયગમ્બર (સ.અ.વ.)ની શાનમાં ગુસ્તાખી કરતો વીડિયો વાયરલ કરનાર રાજકોટની કુખ્યાત મહિલા બુટલેગર સોનુ ડાંગર સામે કાનૂની ફરિયાદ નોંધી કડક પગલાં લેવાની માગણી સાથે તાંદલજા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામ ધર્મ અને નબી (સ.અ.વ.)ની શાનમાં ગુસ્તાખી કરનાર શૈતાન સોનુ ઉર્ફે ઉષા ડાંગર સામે સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં તેની હરકત સામે વિરોધ પ્રદર્શનો તથા કાનૂની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. વડોદરામાં પણ સોનુ ડાંગરની આ હરકત સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આજે તાંદલજા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓ ઐયુબભાઈ સૈયદ (દાઢી), ઈમરાન પટેલ, આબીદ સૈયદ, અસ્ફાક મલેક સહિતના અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર આપી તાત્કાલિક સોનુ ડાંગર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવા માગણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks