ઢાકા, તા.૧૧
બાંગ્લાદેશે શ્રીલંકા વિરૂદ્ધ જાન્યુઆરીમાં રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ પહેલા મુશફિકર રહીમને હટાવી તેના સ્થાને શાકીબુલ હસનને ટેસ્ટ કપ્તાન બનાવ્યો છે. શાકીબ પહેલાથી જ ટવેન્ટી-ર૦ ટીમનો કપ્તાન છે. તેને દ.આફ્રિકામાં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ આ જવાબદારી સોંપવામાં આવી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે આનાથી રહીમને પોતાની બેટિંંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળશે. મહમદુલ્લાહને ટીમનો ઉપકપ્તાન બનાવાયો છે.
Facebook
0
Twitter
0