Gujarat

વિરમગામ : શાળા નજીક બેફામ ગંદકી વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો

(સંવાદદાતા દ્વારા)
વિરમગામ, તા.૧૦
રાજ્ય સરકારની તમામ પ્રજાલક્ષી વિકાસની જાહેરાતોનો ફૂગ્ગો વિરમગામમાં આવીને ફૂટી જાય છે. વિરમગામ શહેરના માર્ગો, રહેણાંક વિસ્તારો સહિત તમામ સ્થળોએ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. વિરમગામ શહેરની મધ્યમાં આવેલી કે.બી.શાહ શાળા સંકુલની બાજુમાં જ શહેરની ગંદા પાણીની ગટર વહી રહી છે. જે શાળાની બાજુમાંથી પસાર થાય છે. જે વરસાદી ગટર હોવાના લીધે વધુ ગંદકીને લીધે ખદબદી રહ્યું છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દુર્ગંધને લઈને રૂમની બારીઓ ખૂલતા નથી ભૂલથી બારી ખુલ્લી રહી જાય તો સમગ્ર રૂમમાં દુર્ગંધ ફેલાઈ જાય છે. ગંદકીના લીધે શિક્ષણકાર્યમાં ભારે મુશ્કેલી ઊભી થાય છે. ગંદકી અને દુર્ગંધભયૉ વાતાવરણને લઈને શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમાયું છે.ત્યારે નજીકમાં જ ભૂતિયા જીન વિસ્તારોમાં ૩૦૦થી વઘુ શ્રમજીવી પરિવારો રહે છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા અવાર-નવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ નક્કર પગલાં ભરાયા નથી.બીજીબાજુ શાળાના વિઘાર્થી ઓના આરોગ્ય પર માઠી અસર પડી રહી છે. અગાઉ શાળા સંચાલકો કેળવણી મંડળ દ્વારા વિરમગામ નગરપાલિકાને વારંવાર શાળાની બાજુમાંથી પસાર થતી ગટર સાફ કરવા માટે લેખિત મૌખિકમાં રજૂઆત કરી હોવા છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતાં વિઘાર્થીઓનુ આરોગ્ય જોખમાયું છે. ત્યારે આ બાબતે વિરમગામ નગરપાલિકા તંત્ર, પ્રાંત અઘિકારી સહિત શાળા સંચાલકો અને સ્થાનિક રહીશોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે
જેમાં જણાવ્યું છેકે જો શાળા સંકુલ પાસે પસાર થતી ગટર ગંગાની ગંદકી ૧૦ દિવસમાં દૂર નહી થાય તો શાળાના ૩૦૦૦ વિઘાર્થીઓ તેમજ ૩૦૦થી વઘુ સ્થાનિકોએ રેલી-ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.