National

શરદ પવારનો વડાપ્રધાન પર મોટો પ્રહાર, કહ્યું : ચૂંટણી દરમ્યાન મોદી ઉન્માદી બની જાય છે

(એજન્સી) તા.૮
મહારાષ્ટ્રના પૂણેમાં પાર્ટી કાર્યકરોને સંબોધિત કરતા એનસીપી અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આમ તો વડાપ્રધાન મોદી સામાન્ય વર્તાવ કરે છે પરંતુ ચૂંટણી દરમ્યાન તે ઉન્માદી બની જાય છે. પવારે પાર્ટી કાર્યકરોને સલાહ આપી હતી કે કોઈની પણ વ્યકિતગત ટીકા ન કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે હું તમારી પાસેથી ઈચ્છા રાખું છું કે તમે વ્યકિતગત રીતે કોઈની ટીકા ન કરો. જયારે દેશના વડાપ્રધાને આ જવાબદારી સંભાળી છે તો પછી તમારે શા માટે આવું કરવું જોઈએ ? એનસીપી અધ્યક્ષે તેમના પરિવારના સભ્યો વચ્ચે વિવાદ હોવાના વડાપ્રધાનના દાવા પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ વર્ધામાં કહ્યું હતું કે મારા પરિવારમાં વિવાદ ચાલુ છે. કયાં છે વિવાદ ? અમે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરીએ છીએ પરંતુ એક સાથે રહીએ છીએ. પવારે કહ્યું હતું કે અમે ભાઈઓ સંસ્કારી વાતાવરણમાં ઉછર્યા છીએ અને અમારી માતાએ અમને નૈતિક મુલ્યો શીખવ્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.