‘તેમણે મને મારવાની ધમકી આપી’ : ‘ હિન્દુ પાકિસ્તાન ‘ટિપ્પણી મુદ્દે ભાજપના કાર્યકરોએ તેમની ઓફિસ પર હુમલો કર્યા બાદ શશી થરૂરની પ્રતિક્રિયા

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬
સિનિયર કોંગ્રેસ નેતા અને સાંસદ શશી થરૂરે સોમવારે દાવો કર્યો કે, તેમના ભારત પાકિસ્તાન ટિપ્પણીના વિરોધમાં તિરૂવંતપુરમ ખાતે આવેલી તેમની ઓફિસમાં ભારતીય જનતા યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી. એક પછી એક ટ્‌વીટ કરતા શશી થરૂરે જણાવ્યું કે, ભાજપના યુવા મોર્ચાના કાર્યકર્તાઓએ દરવાજાઓ, દીવાલો અને ગેટ પર બ્લેક એન્જીન ઓઇલ ફેંક્યો હતો. મને મળવા પહોંચેલા લોકોને ડરાવી ધમકાવીને ભગાવી દીધા. આટલું જ નહીં આ લોકોએ ઓફિસમાં ઉશ્કેરીજનક બેનર લગાવ્યા. આ બેનરમાં નારાઓ લખી મને પાકિસ્તાન જવા માટે કહેવામાં આવ્યું. તમને બધાને ચેતવણી આપવામાં આવી છે. ભાજપ મને માત્ર એક સરળ સવાલનો જવાબ આપે ‘ શુ તમે હિંદુ રાષ્ટ્રનો સ્વપ્ન છોડી દીધું છે?’ જેથી તમે દેખીતી રીતે તોડફોડ અને હિંસા કરી રહ્યા છો જે આજે તિરૂવંતપુરમમાં જોવા મળ્યું. કેટલાંક હિંદુઓ કહે છે કે, તેઓ સંધિ ગુંડાઓ છે જે અમારું પ્રતિનિધિત્વ નથી કરતા તેમણે બીજા એક ટ્‌વીટમાં જણાવ્યું, વધારે એમણે અન્ય ટ્‌વીટમાં જણાવ્યું કે, મને મારવાની ધમકી આપી અને સાંસદ ઓફિસ બંધ કરવા કહ્યું. આ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીનું અપમાન છે. અમે આ બાબતે કેરળ પોલીસને ફરિયાદ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks