(એજન્સી) કોલકાતા, તા.૧૭
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જમણેરી હિન્દુવાદી પરિબળોને ચેતવણી આપી છે કે તેઓ દુર્ગાપૂજાના અંતિમ દિવસે શસ્ત્રોનું પ્રદર્શન કરવાની યોજના બનાવી આગ સાથે ખેલવાની કોશિશ ન કરે.
બિનસાંપ્રદાયિક વલણ માટે જાણીતા મમતા બેનરજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ વ્યક્તિ હિંસા માટે કારણભૂત બનશે તેની સામે સખ્તાઈથી કામ લેવાશે. તેઓ રાજ્ય પોલીસવડા સાથે પ્રેસવાર્તામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે બજરંગદળ, વીએચપી, આરએસએસ કેટલાક લોકો જો એવું વિચારતા હોય કે તેઓ શાંતિ છીનવી લેશે અને બંગાળી સંસ્કૃતિને નુકસાન કરશે તો તેવા લોકોને મારે કહેવું પડશે કે તેઓ એની સાથે નહીં તમે સારી રીતે દુર્ગાપૂજાના ઉજવો.
જમણેરી હિન્દુત્વવાદી પરિબળો વીએચપીએ શનિવારે જાહેરાત કરી હતી કે તે દુર્ગાપૂજાના અંતિમ દિવસે વિજયાદસમીના દિવસે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજશે. રાજ્યમાં કાનૂન વ્યવસ્થાને ધ્યાનમાં રાખી બેનરજીએ અગાઉ કહ્યું હતું કે ૧ ઓક્ટોબરના રોજ દુર્ગાની પ્રતિમાઓનું વિસર્જન માટે પરવાનગી અપાશે નહીં. કારણ કે તેજ દિવસે મોહર્રમનું જૂલૂસ નીકળશે, પરંતુ પાછળથી તેમાં સુધારો કરી ૩૦ સપ્ટેમ્બરના રોજ દસ વાગ્યા સુધી મૂર્તિ વિસર્જન માટે મંજુરી આપી હતી. ભાજપ અને સંઘ દ્વારા રાજ્યમાં હિંસા દ્વારા કોમી ધ્રુવીકરણના પ્રયાસો થશે તેઓ બેનરજીને સંદેહ છે. ભાજપ બંગાળમાં જગ્યા બનાવવામાં ગઈ ચૂંટણીમાં નિષ્ફળ રહ્યો હતો.