National

એક ચા વેચવા વાળો ક્યાંથી ક્યાં પહોંચી શકે તો હું નોટબંધી-જીએસટી પર કેમ ન બોલી શકું? : શત્રુધ્નસિંહા

વારાણસી,તા.૨૭
ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુધ્ન સિન્હાએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું એક તથાકથિત ચા વેચવા વાળો ક્યાંથી ક્યાં પહોંચી શકે છે, તો હું નોટબંધી અને જીએસટી પર કેમ ન બોલી શકુ? તેમણે કહ્યું જીએસટી શું છે? તેનો મતલબ છે- ’ગઈલ સરકાર તોહાર’. પટના સાહિબથી ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હાએ આમ આદમી પાર્ટીની જન અધિકાર રેલીને વારાણસીમાં સંબોધિત કરતા પીએમ મોદી, અરૂણ જેટલી અને સ્મૃતિ ઈરાની પર પણ નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું, ’હું મંત્રી બનવાથી પણ ઉપર નિકળી ગયો છું, હું અટલ બિહારી વાજપેયના કાર્યકાળમાં મંત્રી હતો. ત્યારબાદ જેવાતેવાને મંત્રી બનાવી દેવામાં આવ્યા. વકીલને નાણા મંત્રી બનાવ્યા. ટીવીની એક્ટ્રેસને ૐઇડ્ઢ મિનિસ્ટર બનાવ્યા’ તેમણે કહ્યું અમારી સરકારમાં દલિતો પરેશાન છે, ખેડૂતોને પોતાના શાકભાજી ફેંકવા ફેંકવા પડે છે, કોઈને રોજગાર નથી મળી રહ્યો. શત્રુધ્ન સિન્હાએ ગંગા સફાઈ અભિયાન પર સવાલ ઉઠાવતા કહ્યું, ગંગા ક્યાં જતી રહી, ગંગા માટે કંઈક કરવું પડશે. શત્રુધ્ન સિન્હાએ કહ્યું ચૂંટણી નજીક છે. ખૂબ વાયદાઓ થશે. લાખો રૂપિયા આવશે. જ્યાં નદી નહી હોય ત્યાં પણ પૂલ બનાવી દેશે. હું તમામ છોડીને ભાજપમાં આવ્યો પરંતુ સૌથી પહેલા ભારતનો છું. તેમણે કહ્યું અટલજીની સરકારમાં મંત્રી હતો. મંત્રી બનવું મારી મહત્વકાંક્ષા નથી. પરંતુ મારા પર કોઈ આરોપ નથી લાગ્યો, છતાં કેમ મંત્રી પદથી દૂર રાખવામાં આવ્યો. શત્રુધ્ન સિન્હાએ કહ્યું જ્યાં સુધી તેઓ ભાજપમાં છે ત્યાં સુધી પાર્ટીની મર્યાદાનું પાલન કરતો રહીશ પરંતુ મુદ્દાઓ પર નામ લીધા વગર વાત કહીશ.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.