મા બનવાનો સુખદ અહેસાસ છે પર એ પોતાની સાથે ઢગલાબંધ જવાબદારીઓ લાવે છે

હું તમને સુપર માર્કેટથી લઈને પ્લેગ્રાઉન્ડ સુધી અને બાળકોની સ્કૂલ છોડવાથી લઈને બાળકો માટે બનેલ ખાસ રેસ્ટોરન્ટ સુધી સતત જોતી રહું છું. ઘણીવાર તમે મને પણ જુઓ છો. ખરેખર ઘણીવાર આપણી નજરો મળે છે અને આપણે એકબીજાને મનમાં ને મનમાં કહીએ છે. હું સમજું છું કે તમે આટલા અસ્તવ્યસ્ત કેમ છો. મોટાભાગે તમે મને નથી જોઈ શકતા. કેમ કે તમારું ધ્યાન કાં તો તમારા બાળકોને સંભાળવા પર હોય છે. અથવા તેને તમે કોઈ ખતરનાક શરારતથી રોકવાની કોશિશ કરી રહ્યા હોવ છો. ઘણીવાર નાના બાળકને મોટાની શરારતી વાતોથી બચાવવાની કોશિશ કરી રહ્યા હોવ છો. તો ઘણીવાર આસપાસ ફેલાયેલી ગંદકીને સાફ કરવાની કોશિશ કરતા રહો છો. કેટલાક દિવસો પહેલા હું એક પબ્લિક સ્વીમિંગ પૂલમાં હતી. ત્યાં મને ૩૦ વર્ષની ઉંમરની આસપાસ  માતા બનેલી મહિલાઓનું એક બીજું રૂપ જોવા મળ્યું. ત્યાં બધા ઘૂંટણો સુધીના પાણીમાં પોતાના નાના બાળકો પર નજર લગાવેલી હતી અને મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી, અમે ગ્રુપમાં હતા અને અમારી વાતોના ટોપિક પણ એક જેવા હતા. આપણે આરામ કરી શકતા નથી, આપણું પૂરું ધ્યાન આપણા બાળકો પર હોય છે. આપણે થાકેલા હોઈએ છે, ચીડાયેલા હોઈએ છે. આપણા શરીર પર ઘણા ઘાવ પણ હોય છે અને આપણે જાણીએ છે કે હવે આપણે એવા નથી રહ્યા. બીજી તરફ, થોડી દૂર કેટલીક છોકરીઓ દેખાતી હતી જે ર૦ વર્ષની ઉંમરની આસપાસ હતી. તે મેગેઝિનના કવરને ઉલટપુલટ કરી રહી હતી અને પોતાના મિત્રોથી સોશિયલ મીડિયા પર એક્ટિંગ કરી રહી હતી અને સેલ્ફી લેવામાં બીજી હતી, ટોંડ બોડીની તે છોકરીઓ આરામ કરી રહી હતી, આ વાતથી પૂરી રીતે અજાણ કે ભવિષ્યમાં તેમના ક્યા-ક્યા દિવસો આવવાના છે. તે અમને જોતી સુદ્ધાં નહોતી, અને જો જોઈ પણ રહી હતી તો મનમાં ને મનમાં વિચારી રહી હશે કે નહીં, અમારે આવું નથી બનવું.

ઠીક છે અમે પણ ક્યારેક ઉંમરના તે મુકામ પર રહ્યા છે અને જાણીએ છે કે સમયની સાથે જિંદગી બદલાતી રહે છે.

આ હકીકત છે કે આ ઉંમરમાં અમે મહિલાઓ દરેક વાતને હળવાશમાં લઈએ છે ના, વાસ્તવમાં આ ઉંમરમાં મહિલાઓ ખુદને જ હળવાશથી લે છે. જ્યાં સુધી અમારા બાળકો નાના છે ત્યાં સુધી ખુદને પ્રાથમિકતા આપી શકતા નથી. અમારા સૂવા-જાગવાનું ટાઈમટેબલ અમારા બાળકોના હિસાબથી જ સેટ હોય છે અહીં સુધી કે અમે અમારા વાળ પણ ત્યારે નથી ધોઈ શકતા જ્યારે અમારું મન કરે.

દરેક સમયે અમે ઉઠક-બેઠક જ કરતા રહીએ છે. અમે સવારથી લઈને સાંજ સુધી કંઈને કંઈ રાંધી રહ્યા હોઈએ છીએ અને ત્યાં સુધી ડાઈનિંગ ટેબલ નથી છોડતા જ્યાં સુધી બાળક ઓછામાં ઓછું એક ચમચી ખાવાનું અમારી સામેના ખાઈ લે. બાળકોને ઘૂંટણો ટેકવીને નવડાવવાથી લઈને બાળકોને પથારી પર તેમણે બસ ‘એક છેલ્લી સ્ટોરી’ સંભળાવતા કલાકો અમારા બસ આમ જ વીતી જાય છે .અમે બદલી-બદલીને ચોપડીઓના ઢગલાબંધ કૈકટરની અવાજો કાઢતા શીખી જઈએ છે અને તે અવાજોનો ક્યારેક ડરાવવા, ક્યારેક ધમકાવવા માટે તો ક્યારેક બાળકને નવડાવવા માટે ઉપયોગ કરતા રહીએ છે. જેના વિશે અમે વિચારી રાખ્યું હતું કે અમે ક્યોરય આવું નહીં કરીએ.

ખરેખર આ ૩૦ વર્ષની આસપાસની ઉંમર છે અને આ બધું ખરેખર ઘણું મુશ્કેલ છે.

એક બીજી સચ્ચાઈ : જેમ ઢાળની એકતરફ ર૦ની આસપાસની જિંદગી છે એવી જ બીજી તરફ ૪૦ની આસપાસની જિંદગી પણ છે. તે પણ આરામ કરી રહ્યા છે. તે પણ ટોંડ છે. તે એકલા છે અને ચૂપચાપ પુસ્તક વાંચી રહ્યા છે. તેઓને અમારાથી સહાનુભૂતિ છે, પરંતુ તે આત્મસંતુષ્ટ દેખાય આવે છે. તે આ મુકામથી ગુર્જરી ચૂક્યા છે અને જાણે છે કે જે અમારા પર વીતી રહ્યું છે તે કાયમી નથી રહેવાનું. ૪૦ની દહેલીજ મુક્તિદાયક છે અને તે મુકામ આવવાનો જ છે, આ તે દશક હશે જેમાં અમને જૂના રૂપમાં આવવાનો મોકો મળશે. એવું નથી કે હું આ સમયને ભગાવવા માંગું છું. જિંદગીમાં ૩૦ની આસપાસનો આ મૂકામ જાદુઈ ધૂંધથી ભરેલો રહે છે, હવે હું ક્યારેક અડધી રાતે મારા બાળકોના કોમળ-કોમળ ગાલોને પંપાળીને અનુભૂતિ મહેસૂસ નહીં કરી શકું. તે નાના-નાના હાથોથી ખુદને લપેટવાની કોશિશ કરતી નહીં દેખાય. ના તો ત્યારે હું બાળકોની ભીની ખુશ્બૂ મહેસૂસ કરી શકું અને ના તો કોઈ વારંવાર મારાથી ચીપકીને મમ્મી-મમ્મીની અવાજ લગાવશે.

હા, ૪૦ની આસપાસનો સમય આવનારો છે. ખરેખર એ બહુ શાનદાર હશે; પરંતુ એ જલદી ના આવવો જોઈએ. જો મને ખુદને એક દશક માટે કંઈ પણ કરવાની આઝાદી આપવામાં આવે તો હું ખરેખર મા બનવાના અહેસાસની સાથે એને વીતાવવા માંગીશ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts