Ahmedabad

કોંગ્રેસે ભરૂચથી શેરખાન પઠાણ, દાહોદમાં બાબુ કટારાને ટિકિટ આપી

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૪
લોકસભાની ચૂંટણી માટે જે બે બેઠકો માટે છેવટ સુધી સસ્પેન્સ જળવાઈ રહ્યું હતું, તેનો આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પડદો ઊંચકાયો હતો. ભરૂચ બેઠક પરથી મુસ્લિમ અને આદિવાસી સમાજમાં સરખું બર્ચસ્વ ધરાવતા યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન શકુરખાન પઠાણની પસંદગી કરી છે જ્યારે દાહોદ બેઠક પર બે વાર સાંસદ રહી ચુકેલા બાબુભાઈ કટારાના નામની જાહેરાત કરી હતી. ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને છોટુભાઇ વસાવા વચ્ચે ગઠબંધન નિષ્ફળ જતાં આખરે લઘુમતિ ઉમેદવાર તરીકે યુથ કોંગ્રેસના પ્રમુખ અને યુવા આગેવાન એવા નેત્રંગના શેરખાન પઠાણને ચુંટણી જંગમાં ઉતાર્યા છે. કોંગ્રેસ છોટુભાઇને કોંગ્રેસના બેનર હેઠળ લડાવવા માંગતી હતી. જ્યારે છોટુભાઇ બી.ટી.પી. માંથી ઉભા રહેવા માટે તૈયારી કરી બેઠા હતા. તેઓ એમ માનતા કે વિધાનસભાની જેમ કોંગ્રેસ ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાનો ઉમેદવાર ન ઉભો રાખે અને પોતાને સમર્થન આપી રાજ્યસભાનું ઋણ અદા કરે. આ મડાગાંઠોની વચ્ચે કોંગ્રેસમાંથી ગઠબંધનના સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. લધુમતિ ઉમેદવારને જ ટીકીટ મળવી જોઇએ તેવા દાવાઓ થતાં યુથ કોંગ્રેસના પ્રમુખ અને યુવા આગેવાન એવા શેરખાન પઠાણ પર પસંદગીનો કળશ ઢોળતા ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ ખેલાશે. શેરખાન પઠાણ મુળભૂત રીતે છોટુભાઇની સમાંતર તાકાત ધરાવતા શકુર પઠાણના પુત્ર છે. ગળથુથીમાંથી જ તેમણે નેતૃત્વના ગુણ મળ્યા છે. શાળાના અભ્યાસ દરમિયાન તેમણે રાજકિય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૫માં તેઓ કોંગ્રેસમાં સક્રિય આગેવાન તરીકે ઉભરી આવ્યા હતા. ૨૦૦૯માં તેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં પોતાની ક્ષમતાઓનો પરિચય કોંગ્રેસને કરાવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૭-૧૮માં પુનઃ ભરૂચ લોકસભા મત વિસ્તારના યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે તેમની નિયુક્તી કરાઇ હતી. ભરૂચ જિલ્લાના અને ખાસ કરીને વનવાસી આદિવાસી વિસ્તારમાં યુવાનોનું અને લોકોનું પીઠબળ તેમની સાથે છે. જ્યારે દાહોદ લોકસભા બેઠક માટે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બાબુભાઈ કટારાના નામ પર મહોર મારી હતી. બાબુભાઈ કટારા બે વાર સાંસદ રહી ચુક્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.