(એજન્સી) લુધિયાણા, તા.૧ર
પોલીસે શિવસેના (હિન્દ)ના એક નેતા અને તેના બનેવી અને સાથે ત્રણ લોકોની કથિત રીતે ધરપકડ કરી હતી. તેમના પર આરોપ હતો કે, ગનમેન અને પોલીસ સુરક્ષા મેળવવા માટે આ લોકોએ ખાલિસ્તાનના સભ્યોએ ધમકી આપી હોવાની જુઠી અફવા ફેલાવી હતી. શિવસેના (હિન્દ)ના એક નેતા ધાક દેખાડવા માટે ગનમેનને સાથે રાખવા માંગતો હતો. જેના માટે તેણે કેટલાક લોકો સાથે મળીને નાટક રચ્યું હતું અને પોતાના લોકો દ્વારા ઘરમાં ધમકીભર્યા પત્રો ફેંકાવ્યા હતા. પણ પછીથી તેનો ભાંડો ફૂટી જતાં તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે શિવસેના (હિન્દ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રધાન સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પાર્ટીના જિલ્લા અધ્યક્ષે પોતાના ઘરની બહાર ધમકીભર્યા પોસ્ટરો ફેંકાવ્યા અને ત્યારબાદ તેણે પોલીસ ફરિયાદ કરી કે શીખ કટ્ટરવાદીઓ દ્વારા તેને ધમકી આપવામાં આવી રહી છે. પોલીસે શરૂઆતની તપાસ દરમિયાન મામલો સંદિગ્ધ રાખતા પૂછપરછ કરી હતી. ત્યારબાદ આખા મામલાનો ખુલાસો થયો હતો. આરોપીની ઓળખ શિવસેના (હિન્દ)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રોહિત સહાની જેના બનેવી સરદારનગર નિવાસી પાર્ટીના જિલ્લા પ્રધાન સંચિત મલ્હોત્રા, ગાવ મેહરબાન નિવાણી મનિન્દરસિંહ ઉર્ફે ગોલ્ડી અને સાથે બે જણાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરૂદ્ધ મામલો દાખલ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.