શિક્ષકદિને જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

અમદાવાદ, તા.૫
ગુજરાતની શાળાઓમાં ડિજિટલ ક્રાંતિના પગરણ રૂપ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો શિક્ષક દિને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું કે, રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં ફેબ્રુઆરીમાં જે વિવિધ યોજનાઓ જાહેર કરી હતી. તે બધી જ સપ્ટેમ્બર માસ સુધીમાં કાર્યાન્વિત કરી દીધી છે. રાજયની ૧૬૦૯ શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા ટેબલેટ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ શિક્ષણ અપાશે. આજે રાજયના ૧૨ જિલ્લાઓની ૫૦૮ સરકારી શાળાઓમાં આ પ્રોજેક્ટનો શુભારંભ થયો છે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ૩૫.૮૫ કરોડના ખર્ચે જ્ઞાનકુંજ પ્રોજેક્ટના આરંભથી રાજ્યની ૧૬૦૯ શાળાઓના ધોરણ-૭ અને ૮ના ૩૧૭૩ વર્ગખંડોના વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્ટુડન્ટ બનાવવા છે. શાળા દીઠ ૨ લાખ ૨૨ હજારના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ થયો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના હાથમાં ટેબ્લેટ જેવા અદ્યતન ઉપકરણોથી વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન તેની આંગળીના ટેરવે મુક્યું છે. ડિજિટલ ક્રાંતિની આ શરૂઆત ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈ તથા પ્રધાનમંત્રીના ડિજિટલ ઈન્ડિયાના સંકલ્પને પાર પાડશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ જ્ઞાનકુજ પ્રોજેક્ટનો પ્રારંભ ગાંધીનગરના શાહપુરની પ્રાથમિક શાળાથી કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ શાહપુર શાળાના વર્ગખંડમાં જઈને વર્ચ્યુઅલ કલાસરૂમ લર્નિંગની ગતિવિધિઓનું સ્વયં નિરીક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે, આજના બદલાતા યુગમાં વિદ્યાર્થીઓની પુસ્તકીયા જ્ઞાન કરતાં જોઈને શિખવાની ઉત્કંઠા વધુ પ્રબળ બની છે. બાળકો અભ્યાસમાં ઈતિહાસ, ભૂગોેળ જેવા ગહન વિષયોમાં રસ લેતા થાય તેમજ વિશ્વની ગતિવિધિઓ પણ જાણી શકે તે માટે લેપટોપ, ઈન્ટરનેટ, ટેબ્લેટથી તેમને સજ્જ કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks