National

દેશમાં અઘોષિત ઈમરજન્સી જેવો માહોલ, મોદી-યોગી સરકારની વિરૂદ્ધ ‘હલ્લાબોલ’ કરીશું : શિવપાલ યાદવ

(એજન્સી) લખનૌ, તા.૧૭
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શિવપાલ યાદવે સોમવારે કહ્યું કે, સમગ્ર દેશમાં અઘોષિત ઈમરજન્સી (કટોકટી) લાદવામાં આવી છે. સમગ્ર દેશ આર્થિક મંદીની લપેટમાં આવી ગયો છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશના વિપક્ષને એકત્રિત કરીને ટૂંક સમયમાં જ તેઓ દિલ્હીમાં કેન્દ્ર સરકારની નીતિઓની વિરૂદ્ધ હલ્લાબોલ કરશે. આ સાથે જ શિવપાલ યાદવે કહ્યું કે, ૧૮ સપ્ટેમ્બરના રોજ સમગ્ર પ્રદેશના તમામ જિલ્લા મુખ્યમથકો પર પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી ૧૧ માગણીઓ અંગે ધરણા પ્રદર્શન કરશે. શિવપાલ યાદવે વધુમાં ઉમેર્યું કે, આજે દેશમાં લોકશાહી જોખમમાં મૂકાઈ છે. સમગ્ર દેશમાં અઘોષિત ઈમરજન્સીનો માહોલ છે. દેશ આર્થિક મંદીની લપેટમાં આવી ગયો છે. હું જેટલા પણ અસલી રાષ્ટ્રવાદી અને સમાજવાદી છે. તેમણે એકજૂથ કરીને કેન્દ્ર સરકારની વિરૂદ્ધ હલ્લાબોલ કરીશ. તેમણે કહ્યું કે, આ મુદ્દા અંગે તેમની ફોરવર્ડ બ્લોકના મહાસચિવ દેવબ્રત વિશ્વાસ સાથે પણ વાતચીત થઈ છે. અમે તમામ સમાજવાદી અને રાષ્ટ્રવાદી સાથે મળીને દિલ્હીમાં કેન્દ્ર સરકારની વિરૂદ્ધ હલ્લાબોલ કરીશું. લોકશાહીને બચાવવા માટે તમામ દળ એક સાથે વાતચીત કરશે.
શિવપાલ યાદવે ૧૮ સપ્ટેમ્બરે પ્રદેશવ્યાપી ધરણા-પ્રદર્શનનું એલાન કર્યું છે. આ દિવસે તમામ જિલ્લા મુખ્યમથકો પર પ્રસપાના કાર્યકર્તાઓ અને નેતાઓ ધરણા-પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, દેશમાં જેટલા પણ મુખ્ય મુદ્દાઓ છે તે પછી ભલે વીજળી હોય, રખડતા ઢોર હોય અથવા તો આર્થિક મંદી આ તમામ મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને ઘેરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.