National

હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી ન મળતાં રોષે ભરાયેલા શિવરાજે કહ્યું; ચાપલૂસ કલેક્ટર સાંભળી લે, ટૂંક સમયમાં જ અમારું રાજ આવશે

(એજન્સી)
નવી દિલ્હી, તા.રપ
લોકસભા ચૂંટણીને કારણે રાજકીય ઘમાસાણ ચરમસીમા પર છે. આ દરમિયાન બુધવારે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ ચૌહાણને છિંદવાડાના ઉમરેઠમાં હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી ન મળતા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. શિવરાજે જનસભાનું સંબોધન કરતાં ડીએમને ચાપલૂસ કલેક્ટર કહી દીધા. ત્યારબાદ તેમણે કહ્યું કે, અમારું રાજ પણ ટૂંક સમયમાં આવશે, એવામાં હવે તમારું શું થશે ?
નોંધનીય છે કે, શિવરાજનું હેલિકોપ્ટર સાંજેે પઃ૩૦ કલાકે ઉતરવાનું હતું, પરંતુ રસ્તામાં તેમને જણાવવામાં આવ્યું કે, હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી માત્ર પ વાગ્યા સુધીની છે. ઉલ્લેખનીય છે કે, છિંદવાડાને મુખ્યમંત્રી કમલનાથનો ગઢ માનવામાં આવે છે, આ વખતે અહીં તેમના પુત્ર ચૂંટણી લડી રહ્યા છે.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ ચૌહાણે હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી ન મળતાં ચૌરઈની સભાનું સંબોધન કરતાં ડીએમ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, પ.બંગાળમાં મમતા દીદી ઉતરવા દેતી નહોતી. મમતા દીદી બાદ મધ્યપ્રદેશમાં કમલનાથ દાદા ઉતરવા નથી દેતા. સત્તાનો આટલો અહંકાર ન કરો, આ ચાપલૂસ કલેક્ટર સાંભળી લે કે, અમારું પણ ટૂંક સમયમાં રાજ આવશે, ત્યારે તમારું શું થશે ? મીડિયાના અહેવાલ મુજબ છિંદવાડાના ડીએમ શ્રીનિવાસ શર્માએ જણાવ્યું કે, ચૌરઈમાં શિવરાજસિંહ ચૌહાણનું હેલિકોપ્ટર પ વાગ્યા પહેલા જ ઉતરી ગયું હતું, પરંતુ તેઓ ઉમેરઠ હેલિકોપ્ટર મારફતે જવા ઈચ્છતા હતા. એવામાં જે એરપોર્ટ પર નાઈટ લેન્ડિંગની સુવિધા નથી હોતી, ત્યાં સાંજે પ વાગ્યા બાદ હેલિકોપ્ટર ઉતારવાની પરવાનગી આપવામાં આવતી નથી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.