(એજન્સી) મુંબઈ, તા.૧૪
શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે બુલેટ ટ્રેન એ સમાન્ય માણસનું નહીં પરંતુ મોદીનું સ્વપ્ન છે. સેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં જણાવાયું છે કે બુલેટ ટ્રેન દેશને શું ઉપયોગી છે તે બતાવે.
તંત્રીલેખમાં બુલેટ ટ્રેન અંગે ઘણાં પ્રશ્નો ઊભા કરાયા છે. જેમાં રોજગારી વધવાના દાવાને જૂઠ્ઠો ગણાવ્યો છે. લેખમાં જણાવાયું છે કે જાપાની કંપની ભારતમાં કોઈ જોબ નહીં આપે. જાપાન તેના દેશમાં બધું તૈયાર કરી લાવશે. તેથી ટેકનિશિયનોને કોઈ જોબ નહીં મળે.
બુલેટ ટ્રેનનો મકસદ ફક્ત ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ફાયદો લેવાનો છે. મુંબઈની લોકલ ટ્રેનોની હાલત ખરાબ છે. વિદર્ભ-મરાઠાવાડામાં ઘણી પરિયોજનાઓ પડતર છે. તે પૂરી કરવાના બદલે બુલેટ ટ્રેનની વાતો થાય છે. બુલેટ ટ્રેન પરિયોજના સામાન્ય લોકો માટે નહીં પરંતુ અમીરો માટે છે. કિસાનોના દેવા માફી માટે પૈસા નથી. બીજી તરફ બુલેટ ટ્રેનનો ખર્ચ કરાય છે. જે યોગ્ય નથી. શિવસેનાએ કહ્યું કે બુલેટ ટ્રેન માટે જમીન અને ફંડ ગુજરાત-મહારાષ્ટ્રમાંથી આવશે જ્યારે નફો જાપાનમાં જશે.