National

શિવસેનાનો યુ-ટર્ન : ઉદ્ધવે કહ્યું, નાગરિકતા બિલ પર સ્પષ્ટતા નહીં ત્યાં સુધી સમર્થન નહીં

(એજન્સી) તા.૧૦
સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમની પાર્ટી રાજ્યસભામાં ત્યાં સુધી આ બિલને ટેકો નહીં આપે જ્યાં સુધી તેમાં રહેલી ક્વેરીના જવાબો નહીં મળી જાય. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમારા અનેક પ્રશ્નો છે. તેના જવાબ તો આપવા જ પડશે. જે રાષ્ટ્ર સુરક્ષાથી લઇને સ્થાનિક નાગરિકોના અધિકારો સાથે સંકળાયેલા છે. જો અમારા સવાલોના જવાબો સ્પષ્ટરુપે નહીં આપવામાં આવે તો અમે રાજ્યસભામાં આ બિલ પર ટેકો નહીં આપીએ. સેનાના સાંસદ અરવિંદ સાવંતે પણ કહ્યું હતું કે અમે આ બિલને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી ટેકો આપ્યો હતો. જોકે સામનામાં તો સેનાએ લખી જ દીધું કે તેનાથી ભારતના અદૃશ્ય ભાગલા પડી જશે. ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યસભામાં મોદી સરકારના ૧૧૯ સભ્યો છે. વિપક્ષના ૧૦૦ સભ્યો છે. શિવસેના દગો આપે તો ભાજપની બાજી બગડી શકે છે. રાજ્યસભાના ૧૯ સભ્યો એવા છે જેમનું વલણ હજુ સ્પષ્ટ નથી. મંગળવારે સવારે શિવસેનાના સંજય રાઉતે એવું વિધાન કર્યુ ંહતું કે હવે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર રચી છે એટલે નાગરિકતા સુધારા ખરડા અંગે અમે પુનઃવિચાર કરી શકીએ છીએ. રાજકીય પંડિતો માને છે કે આ વિધાનનો અર્થ એવો પણ થઇ શકે કે રાજ્યસભામાં શિવસેના ભાજપને મતદાન દરમિયાન દગો આપી શકે છે. આમેય છેક ૨૦૧૪થી શિવસેના ભાજપનો સાથીદાર હોવા છતાં સતત મોદી સરકારની વિરુદ્ધ સામનામાં એલફેલ લેખો પ્રગટ કરતી રહી હતી અને સંજય રાઉત ભાજપના ટોચના નેતાઓ માટે અત્યંત હલકી ભાષામાં વિધાનો કરતા હતા. આમ છતાં ભાજપની નેતાગીરીએ શિવસેના વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. એટેલ કદાચ શિવસેના એવું માનતી થઇ ગઇ છે કે ભાજપ અમારું કશું બગાડી શકે એમ નથી. આમ પણ બુધવારે રાજ્યસભામાં ભાજપે સાવધ રહેવું જરૂરી છે. જો કે ભાજપના વ્યૂહ ઘડનારાઓ પૂર્વતૈયારીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.