Sports

ડીવીલીયર્સ માટે દેશ કરતાં પૈસા મહત્ત્વના : શોએબ અખ્તર

લંડન, તા.૮
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરે ડીવીલીયર્સની ટીકા કરતાં કહ્યું છે કે તેણે દેશ કરતાં વધારે પૈસાને મહત્ત્વ આપ્યું અખ્તરે કહ્યું કે, સૌથી પહેલાં લોકોએ એ ના ભૂલવું જોઈએ કે ડીવીલીયર્સ ઉપર આઈપીએલ અને પીએસએલની સાથે પોતાનો કરાર સમાપ્ત કરી વિશ્વકપ માટે પોતાને ઉપલબ્ધ કરાવવાનું દબાણ હતું જો કે તેણે આઈપીએલ ને પીએસએલની પસંદગી કરી અને સંન્યાસ લેવાની જાહેરાત કરી પોતાને વર્લ્ડકપથી બચાવી લીધો વર્લ્ડકપમાં દ.આફ્રિકાના ખરાબ પ્રદર્શન બાદ એ ખુલાસો થયો હતો કે, ડીવીલીયર્સ પસંદગી સમિતિ સામે વર્લ્ડકપમાં રમવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સમિતિએ લગાવી દીધો હતો મે-ર૦૧૮માં સંન્યાસ લીધો હતો. એટલા માટે તે ટુર્નામેન્ટ માટે ટીમમાં સામેલ કરવાને યોગ્ય નથી. અખ્તરે કહ્યું કે, એટલે કે દરેક વસ્તુ પૈસાથી શરૂ થઈ મારું માનવું છે કે તેણે પૈસાને જોતા આ નિર્ણય લીધો આ ખુલાસાનો સમય સવાલ ઊભા કરે છે. જ્યારે તેણે વર્લ્ડકપ પહેલા સંન્યાસ લીધો હતો. ત્યારે પણ દ.આફ્રિકાની ટીમ ખરાબ ફોર્મમાં હતી પણ તેને ખબર હોવી જોઈએ કે તેના દેશને તેની જરૂર છે પૈસા તો આજે અથવા કાલે આવી જશે પણ તમે વર્લ્ડકપ છોડી પૈસાની પસંદગી કરી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    આયુષ-અરશદ ખાને ઈતિહાસ રચ્યોઆઈપીએલ ઈતિહાસમાં આઠમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કરી

    નવી દિલ્હી, તા.૧૩લખનૌ સુપર જાયન્ટસના…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.