શોપિયાં ફાયરિંગ મામલો : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું સેના વિરૂદ્ધ હ્લૈંઇ દાખલ ન કરી શકાય

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
શોપિયાં ફાયરિંગ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જમ્મુ-કાશ્મીર સરકારે કહ્યું કે, FIR ઉપર તપાસ કરવા માટે અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ નહીં મૂકી શકાય. જ્યારે સોમવારે કેન્દ્ર સરકારે જણાવ્યું કે, રાજ્યને સૈન્યની સામે FIR દાખલ કરવાનો અધિકાર નથી. મેજર આદિત્ય અને અન્ય સૈનિકો વિરૂદ્ધ FIRની તપાસ ઉપર પ્રતિબંધ ચાલુ જ રહેશે. હવે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે કે AFPSAની કલમ-૭ હેઠળ સેના સામે FIR દાખલ કરતા પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર છે કે નહીં. આ કેસની આગામી સુનાવણીમાં એ પણ નિર્ધારીત કરાશે કે, કર્મસિંહની અરજી સુનાવણી યોગ્ય છે કે નહીં ? સુપ્રીમ કોર્ટ આ મામલે ૩૦મી જુલાઈએ સુનાવણી કરશે.
જમ્મુ-કાશ્મીર તરફે રજૂઆત કરવામાં આવી કે, આ મામલે અરજદારને રાહત મળેલ છે. આ મામલાની સુનાવણીને ટાળવાની જરૂર નથી અમે ચર્ચા કરવા તૈયાર છીએ. અરજદારોને આ મામલે રજૂઆત કરવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ-કાશ્મીર સરકારે બધા રાજ્યોને પક્ષકાર બનાવવા માગણી કરી જે કોર્ટે નકારી કાઢી. આ પહેલાં જમ્મુ-કાશ્મીર સરકારે સોગંદનામું દાખલ કરી જણાવ્યું હતું કે, જવાનો સામે તપાસ અને FIR દાખલ કરવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. સીઆરપીસીમાં જોગવાઈ છે કે, ફરિયાદ મળ્યેથી FIR દાખલ કરવામાં આવે. આ માટે કોઈપણ વ્યક્તિ અથવા વર્ગને છૂટછાટ આપવામાં આવેલ નથી. આ FIR બંધારણીય બેંચના એ આદેશના પગલે દાખલ કરાઈ છે. જેમાં કહ્યું હતું કે, કોઈ પણ કોગ્નીઝેબલ ફરિયાદ મળ્યેથી FIR દાખલ કરવી અનિવાર્ય છે. આ મામલે કોઈપણ નિર્ણય કરતા પહેલાં સુપ્રીમ કોર્ટે બધા રાજ્યો સાથે વાત કરવી જોઈએ કારણ કે, કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે. જો કેન્દ્ર સરકારની વાત માનવામાં આવે તો એ રાજ્યોમાં પોલીસના કાયદાકીય અધિકારો પર અસર કરશે. પાછલી સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, ૧૬મી જુલાઈથી શોપિયાં ફાયરિંગ કેસ મામલે જમ્મુ-કાશ્મીરની પોલીસ દ્વારા તપાસ ઉપર પ્રતિબંધ રહેશેે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યની પોલીસ આ કેસમાં તપાસ હાલમાં કરશે નહીં. સીજેઆઈએ કહ્યું હતું કે, આ કેસ સેનાના અધિકારીનો છે, કોઈ સામાન્ય અપરાધીનું નથી. આ પહેલાં કેન્દ્ર સરકારે મેજર આદિત્યના સમર્થનમાં અરજી દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર સરકાર પાસે અધિકાર નથી કે એ કેન્દ્ર સરકારની પરવાનગી સિવાય સેનાના અધિકારી સામે FIR દાખલ કરી શકે. કેન્દ્ર સરકારે કહ્યું. આ વિશે ઘણી વિચારણા કર્યા પછી નોંધ્યું કે કેન્દ્ર સરકારની પરવાનગી વિના રાજ્ય સરકાર આ મામલામાં કોઈપણ કાર્યવાહી સેનાના અધિકારી સામે નહીં કરી શકે. આ મામલામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવી નથી. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અને દેશ વિરોધી તાકાતો કાયદાનો ઉલ્લંઘન કરી રહ્યા છે જેથી સુરક્ષા વ્યવસ્થાને અસર થાય છે.
આવા લોકો પાસે આધુનિક હથિયારો છે અને સીમા પાર દેશોનો સમર્થન પણ છે. જે પોલીસ અને સુરક્ષા બળોનો વિરોધ કરે છે એમની ઉપર હુમલાઓ કરે છે. દેશના હિતમાં દેશની સુરક્ષા અને એકતા જાળવવા માટે સેનાને સુરક્ષા પૂરી પાડનાર AFPSAની કલમ-૭ની વ્યાખ્યા કરવી અનિવાર્ય છે. જમ્મુ-કાશ્મીર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, FIRમાં મેજર આદિત્યનું નામ આરોપી તરીકે નથી. ફક્ત આ પ્રમાણે લખ્યું છે કે, એ બટાલિયનની આગેવાની કરી રહ્યા હતા. કોર્ટે પૂછ્યું કે શું નામ લખવામાં આવશે. રાજ્ય સરકારે કહ્યું એ તપાસ ઉપર આધારિત છે. કોર્ટે તપાસ ચાલુ રાખવા પરવાનગી આપવી જોઈએ. સુનાવણી દરમિયાન AG વેણુગોપાલ અને રાજ્ય સરકારના વકીલ સામે-સામે દેખાયા. AGએ કહ્યું રાજ્ય સરકાર કલમ-૭ હેઠળ FIR દાખલ નહીં કરી શકે એના માટે કેન્દ્રની પરવાનગીની જરૂર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks