શ્રીનગર : ઉમરે ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે આપ્યો મંત્ર : આત્મનિરીક્ષણ અને રણનીતિ બદલવાની જરૂર

(એજન્સી) શ્રીનગર,તા.૯
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ગઈકાલે ગુજરાત રાજ્યસભામાં કોંગ્રેસ નેતા અહમદ પટેલની જીતને અનુલક્ષી કહ્યું હતું કે, ગુજરાત રાજ્યસભામાં અહમદ પટેેલની જીત આટલી મુશ્કેલ ન હતી. અને વિપક્ષે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપનો મુકાબલો કરવા માટે આત્મનિરીક્ષણ અને પોતાની રણનીતિમાં બદલાવ લાવવાની જરૂર છે. ઉમરે ચૂંટણી પંચના વખાણ કરતા તેના પગલાંને કેન્દ્રના દબાણનો સામનો કર્યો હોવાનો ગણાવ્યો હતો. નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષે ટિ્‌વટ કરી કહ્યું હતું કે, અહમદ પટેલની જીત આવકારવા લાયક પગલું છે. પરંતુ તે આટલી કઠિન હોતી નથી. આત્મ નિરીક્ષણ અને રણનીતિ બદલવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે,આપણે આ સમજવા માટે અને કેટલા સાક્ષી જરૂર છે કે, આપણે વિપક્ષો એક કઠોર, રાજકીય મશીનમાં પરિણમી ગયેલ ભાજપની વિરૂદ્ધમાં છીએ. ચૂંટણી પંચની ભૂમિકા પર તેમણે જણાવ્યું હતું કે, પાંચ વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓના દબાણનો સામનો કરતા નિર્ણય લીધો જે ભાજપ માટે ઝાટકો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks