નવી દિલ્હી, તા.રર
મુંબઈના ર૪ વર્ષીય બેટસમેન શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઐય્યર ટ્વેન્ટી-ર૦માં સૌથી મોટી ઈનિંગ (૧૪૭ રન) રમનાર ભારતીય બેટસમેન બની ગયો છે. તેણે આ મામલે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ પાડી દીધા છે. શ્રેયસ ઐય્યરે ઘરેલુ ટ્વેન્ટી-ર૦ સૈયદ મુસ્તાકઅલી ટ્રોફીમાં સિક્કીમ વિરૂદ્ધ પપ બોલમાં ૧પ સિકસર અને ૭ ચોગ્ગાની મદદથી ૧૪૭ રન બનાવ્યા. તેણે ત્રીજી વિકેટ માટે સૂર્યકુમાર યાદવ (૩૩ બોલમાં ૬૩ રન) સાથે ર૧૩ રનની રેકોર્ડ ભાગીદારી કરી. શ્રેયસ અય્યરની આ તોફાની ઈનિંગની મદદથી મુંબઈએ નિર્ધારીત ર૦ ઓવરમાં ૪ વિકેટે રપ૮ રન બનાવ્યા. જો કે મુંબઈની ટીમ વધુ એક રેકોર્ડ બનાવવાનું ચૂકી ગઈ. જો મુંબઈની ટીમ ૬ રન વધુ બનાવી લેત તો તેના નામે કોઈપણ ટ્વેન્ટી-ર૦ મેચમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ બની જાત