નાગપુર : શ્રીલંકા ૨૦૫ રનમાં આઉટ, અશ્વિન ફરીથી છવાયો

નવી દિલ્હી,તા. ૨૪
નાગપુર ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે રવિચન્દ્રન અશ્વીનના નેતૃત્વમાં ભારતીય બોલરોના શાનદાર દેખાવની સામે શ્રીલંકન બેટ્‌સમેન ટકી શક્યા ન હતા. પ્રથમ દિવસે શ્રીલંકાની ટીમ તેના પ્રથમ દાવમાં ૨૦૫ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં આજે રમત બંધ રહી ત્યારે ભારતે તેના પ્રથમ દાવમાં આઠ ઓવરની રમતમાં એક વિકેટ ગુમાવીને ૧૧ રન કર્યા હતા. રમત બંધ રહી ત્યારે ચેતેશ્વર પુજારા અને મુરલી વિજય બે બે રન સાથે રમતમાં હતા. ભારતે આજે લોકેશ રાહુલની વિકેટ ગુમાવી હતી. અશ્વીને ૬૭ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જાડેજાએ ૫૬ રન આપીને ત્રણ વિકેટે ઝડપી હતી.
સ્કોરબોર્ડ : નાગપુર ટેસ્ટ
શ્રીલંકા પ્રથમ દાવ :
સમરવિક્રમા કો. પુજારા
બો. ઇશાંત ૧૩
કરુણારત્ને એલબી.
બો. ઇશાંત ૫૧
થિરિમાને બો. અશ્વિન ૦૯
મેથ્યુસ એલબી બો. જાડેજા૧૦
ચાંદીમલ એલબી
બો. અશ્વિન ૫૭
ડિકવિલા કો. ઇશાંત
બો. જાડેજા ૨૪
શનાકા બો. અશ્વિન ૦૨
પરેરાએલબી. બો. જાડેજા ૧૫
હૈરાથ કો. રહાણે
બો. અશ્વિન ૦૪
લકમલ કો. સહા
બો. ઇશાંત ૧૭
ગમાઝે અણનમ ૦૦
વધારાના ૦૩
કુલ (૭૯.૧ ઓવરમાં ઓલઆઉટ) ૨૦૫
પતન : ૧-૨૦, ૨-૪૪, ૩-૬૦, ૪-૧૨૨, ૫-૧૬૦, ૬-૧૬૫, ૭-૧૮૪, ૮-૧૮૪, ૯-૨૦૫, ૧૦-૨૦૫
બોલિંગ : ઇશાંત : ૧૪-૩-૩૭-૩, ઉમેશ : ૧૬-૪-૪૩-૦, અશ્વિન : ૨૮.૧-૭-૬૭-૪, જાડેજા : ૨૧-૪-૫૬-૩.
ભારત પ્રથમ દાવ :
કેએલ રાહુલ બો. ગમાઝ ૦૭
વિજય અણનમ ૦૨
પુજારા અણનમ ૦૨
વધારાના ૦૦
કુલ(૮ ઓવરમાં ૧ વિકેટે) ૧૧
પતન : ૧-૭
બોલિંગ : લકમલ : ૪-૧-૭-૦, ગમાજે : ૪-૨-૪-૧

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks